નવી દિલ્હીઃ ચીનના શાંઘાઈમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ચીનના પ્રશાસને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અહીં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર શાંઘાઈમાં લોકો માટે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ખાવા-પીવાની વસ્તુઓનો અભાવ જોવા મળી રહ્યો છે. શહેરમાં એક વ્યક્તિ કોવિડ લોકડાઉનના નિયમોને તોડીને પોલીસ પાસે પહોંચ્યો હતો. તેને અપેક્ષા હતી કે જેલમાં ઓછામાં ઓછું ભોજન મળી રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર શાંઘાઈની વસ્તી 2.60 કરોડ છે. સમગ્ર વસ્તીને કડક લોકડાઉનમાં રાખવામાં આવી છે. ચીનનું ફાઈનાન્સિયલ હબ કહેવાતું આ શહેર કોરોનાની સૌથી ભયંકર અસરનો સામનો કરી રહ્યું છે. 2019માં ચીનના શહેર વુહાનમાં કોરોનાનો પહેલો કેસ જોવા મળ્યો હતો. ત્યાર બાદ આ કોરોનાની સૌથી ખરાબ અસર છે.
Meanwhile in China's #Shanghai, Municipal Party Committee Li Qiang Jin was visiting the lockdown situation in the residential district. When they're filming down in the street, suddenly the residents from their homes desperately shouted "help, help, help, we have nothing to eat". pic.twitter.com/IsUgN550uq
— WumaoHub (@WumaoHub) April 12, 2022
લાંબા સમયથી ઘરોમાં બંધ હોવાથી લોકો માનસિક રીતે પરેશાન થઈ ગયા છે. તેમને રોજબરોજની વસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકો પાસે જરૂરી વસ્તુઓની અછત સતત વધી રહી છે. દવાઓ પણ દુર્લભ બની રહી છે. લોકો મોંઘવારીથી પણ પરેશાન છે. શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ઘણો વધારો થયો છે.
સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો મદદ માટે વિનંતી કરતા જોવા મળે છે. લોકો તેમના ઘરની બારીઓમાંથી મદદ માટે ચીસો પાડી રહ્યા છે. પરિસ્થિતિ સતત વણસી રહી છે. ઘણા લોકોએ હવે વિરોધ શરૂ કર્યો છે. આંદોલનકારીઓ કહી રહ્યા છે કે અમે ભૂખે મરી રહ્યા છીએ. અમને મદદની જરૂર છે. સરકાર અમારો અવાજ સાંભળી રહી નથી.