Site icon Revoi.in

તમિલનાડુમાં લોકડાઉન તા. 14મી જૂન સુધી લંબાવાયું, આંશિક રાહતો અપાઈ

Social Share

બેંગ્લોરઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી સરકારે રાહતનો શ્વાલ લીધો છે. જો કે, અગમચેતીના ભાગરૂપે આંશિક રાહતો સાથે અનેક રાજ્યોમાં અનલોકની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન તમિલનાડુની સરકારે 14 જૂનના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન વધાર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈમાં સરકારે પ્રતિબંધોમાં અમુકછૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સત્તાવાર હુકમ મુજબ જે બાબતો તમામ જિલ્લાઓમાં પહેલાથી જ મંજૂરી હતી તે ચાલુ રહેશે. કોવિડ -19 ઘણાં જિલ્લાઓમાં નિયંત્રણ હેઠળ છે, જોકે કોઇમ્બતુર, નીલગિરિસ, તિરુપુર, ઇરોદ, સલેમ, કરુર, નમકકલ, થંજાવર, તિરુવર, નાગાપટ્ટિનમ અને માયીલાદુથુરાઇ સહિતના 11 જિલ્લાઓ હજી પણ મોટી સંખ્યામાં કેસ નોંધાવી રહ્યા છે. મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓમાં પણ થોડી છૂટછાટ આપવામાં આવી છે.

આ ઉપરાંત બધા જ જિલ્લામાં સવારે 6 થી સાંજના 5 દરમિયાન કરિયાણા, શાકભાજી,સહિતની દુકાનને મંજૂરી આપવામાં આવશે. સવારે 6 થી સાંજના 5 સુધી શાકભાજી, ફળો અને ફૂલો વેચવામાં આવશે. જથ્થાબંધ માછલી બજારોને પણ મંજૂરી આપવામાં આવશે અને બજારોમાં સામાજિક અંતર સુનિશ્ચિત થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રે એક અથવા વધુ ખુલ્લા સ્થળોએ બજારો સ્થાપવાની વૈકલ્પિક વ્યવસ્થા શોધવા પડશે.

તમામ સરકારી કચેરીઓમાં 30% કર્મચારીઓની છૂટ રહેશે. મેચ ફેક્ટરીઓ 50% વર્કફોર્સ સાથે કાર્ય કરી શકે છે. ચેન્નાઈ સહિત રાજ્યના બાકીના રાજ્યમાં કોરોના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે વધારાની છૂટની જાહેરાત કરી છે.