- ઉત્તરાખંડમાં 15 જૂન સુધી કોરોના કર્ફ્યૂ વધ્યું
- અઠવાડિયામાં માત્ર બે વખત જઅનાજની દુકાનો ખુલશે
દેહરાદૂનઃ-દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છએ ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં કોરોના કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે રાજ્ય સરકારે કોવિડ કર્ફ્યુમાં આંશિક રાહત આપીને 15 જૂન સુધી લંબાવી દીધુ છે.
રવિવારે સરકારે તેની એસઓપી જારી કરી હતી.
કોવિડ કર્ફ્યુ દરમિયાન, આ અઠવાડિયે સરકારની સસ્તા ભાવની અનાજની દુકાનો દરરોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલશે. તે જ સમયે, સ્ટેશનરીની દુકાનો, જનરલ સ્ટોર્સ અને કરિયાણાની દુકાનો બુધવારે અને સોમવારે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ખોલવામાં આવશે.
આ સાથે જ સરકારે આ અઠવાડિયામાં દારૂના અડ્ડાઓ પણ ખોલવાનું નક્કી કર્યું છે. આ અડડ્ડાઓ અઠવાડિયાના ત્રણ દિવસ બુધવારે , શુક્રવાર અને સોમવારે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલશે. તે જ સમયે, અનેક બાર આગામી ઓર્ડર સુધી બંધ રહેશે.
સરકારના પ્રવક્તા સુબોધ યુનિયાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કર્ફ્યુ સાત દિવસ માટે વધારવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં, જિલ્લા મેજિસ્ટ્રેટ તેમના જિલ્લામાં કોવિડની પરિસ્થિતિ અનુસાર આદેશો જારી કરશે.