Site icon Revoi.in

મુંબઈમાં જે દિવસે કોરોનાના 20 હજાર કેસ આવશે તે દિવસે લોકડાઈન લગાવાશેઃ BMC કમિશનર

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં પણ મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતા બીએમસીનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. દરમિયાન બીએમસીના કમિશનર ઈકબાલસિંહ ચહલે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં જે દિવસે દરરોજ 20,000થી વધારે કોરોનાના કેસ સામે આવવા લાગશે, તે દિવસે તરત જ મુંબઈમાં લોકડાઉન લાગી જશે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં 8 હજારથી વધારે કેસ હાલ રોજના સામે આવી રહ્યાં છે. જેથી ચિંતામાં વધારો થયો છે. મુંબઈમાં કોરોના કેસમાં થઈ રહેલા વધારા અંગે બીએમસીના કમિશનર ઈકબાલસિંહ ચહલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, મુંબઈમાં કોરોના સંક્રમણ આ પ્રકારે વધતું રહ્યું અને જો એક દિવસમાં 20 હજાર કેસની લિમિટ પાર કરવા લાગશે તો લોકડાઉન લગાવવા સિવાય કોઈ રસ્તો નહીં હોય.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે અગાઉ કહ્યું હતું કે, દેશમાં અલગ અલગ રાજ્યોમાં લોકડાઉન લગાવવા માટે અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાની શરતો પથારીની ઉપલબ્ધતા, ઓક્સિજનની માંગ અને કોરોના પોઝિટીવ રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. મુંબઈમાં કોરોનાને પગલે હાલ 144નો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.

(PHOTO-FILE)