Site icon Revoi.in

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીનું 14 કે 15 માર્ચે થઈ શકે છે જાહેર, 7 તબક્કામાં થશે મતદાન

Social Share

નવી દિલ્હી: ચૂંટણી પંચ 14-15 માર્ચે લોકસભા ચૂંટણીનું એલાન કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, 2019ની લોકસભા ચૂંટણીની તર્જ પર આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરાવવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલ છે કે એપ્રિલના બીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાનું વોટિંગ થવાની શક્યતા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ થોડા દિવસોમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, ચૂંટણી પંચ આગામી સપ્તાહે કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી શકે છે. હાલ ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તૈયારીઓનું આકલન કરવા માટે ઘણાં રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. તમામ રાજ્યોમાં તૈયારીઓનું આકલન કર્યા બાદ જ ચૂંટણી પંચ તારીખોનું એલાન કરશે.

સૂત્રો મુજબ, ચૂંટણી પંચની ટીમ હાલ પશ્ચિમ બંગાળમાં છે. તેના પછી આ ટીમ ઉત્તરપ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. જાણકારી મુજબ, ચૂંટણી અધિકારી 13 માર્ચ સુધીમાં પોતાની મુલાકાત પૂર્ણ કરી લેશે. તે દરમિયાન ઈલેક્શન કમિશન તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની સાથે સતત મીટિંગ કરી રહ્યા છે.

ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીઓને સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કરાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તકનીકનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. તેના માટે ચૂંટણી પંચ એક વિભાગ પણ બનાવે તેવી શક્યતા છે. આ વિભાગ સોશયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી માહિતીઓને ચિન્હિત કરીને તેને હટાવવાનું કામ કરશે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પણ પોતપોતાની તૈયારીઓમાં લાગેલા છે. ચૂંટણીની તારીખોની ઘોષણાથી પહેલા જ ઘણી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને ઘોષિત કરવાનું શરૂ કર્યું છે. સત્તારુઢ ભાજપે તાજેતરમાં 195 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. તો આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.