Lok Sabha Election: ભાજપનો અભેદ્ય કિલ્લો છે બૈતૂલ બેઠક, 1996થી અત્યાર સુધી કોંગ્રેસ નથી પાડી શકી ગાબડું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને પક્ષ-વિપક્ષ એકબીજાની નીતિઓની ટીકા કરવાને લઈને તેમના પ્લાન જનતાની વચ્ચે લઈ જઈ રહ્યા છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થવામાં હવે માત્ર કેટલાક દિવસોનો સમય બાકી છે અને આ વખતે પણ મધ્યપ્રદેશની એક-એક બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની સાબિત થવાની છે. તેમાંથી એક બેઠક બૈતૂલની પણ છે. અહીંથી ભાજપ સતત જીતી રહ્યું છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં બૈતૂલ બેઠક પર ભાજપના દુર્ગાદાસ ઉઈકેએ કોંગ્રેસના રામૂ ટેકરામ હરાવ્યા હતા. જ્યારે ત્રીજા સ્થાને બીએસપીના અશોક ભલાવી હતા.
2019ની લોકસભા ચૂંટણી | ||||
પક્ષ | ઉમેદવાર | વોટ | પરિણામ | |
1 | ભાજપ | દુર્ગાદાસ ઉઈકે | 8,11,248 | જીત |
2 | કોંગ્રેસ | રામ ટેકરામ | 4,51,007 | |
3 | બીએસપી | અશોક ભલાવી | 23,573 |
2014ની લોકસભા ચૂંટણીઓની વાત કરીએ, તો ભાજપે અહીં જ્યોતિ ધુર્વેને ઉતારીને જીત પ્રાપ્ત કરી હતી. બીજા સ્થાને કોંગ્રેસના અજય શાહ મકરાય અને ત્રીજા સ્થાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ સરિયામ હતા.
2014 લોકસભા ચૂંટણી | ||||
પાર્ટી | ઉમેદવાર | વોટ | પરિણામ | |
1 | ભાજપ | જ્યોતિ ધુર્વે | 6,43,651 | જીત |
2 | કોંગ્રેસ | અજયર મકરાય | 3,15,037 | |
3 | આપ | રાજેશ સરિયામ | 16,461 |
2009ની લોકસભા ચૂંટણીની વાત કરીએ, તો તેમાં પણ ભાજપને જ જીત પ્રાપ્ત થઈ હતી. જ્યોતિ ધુર્વેને ઉતારીને ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસના ઓઝરામ ઈવને દ્વિતિય અને બીએસપીના રામ કાકેડિયા ત્રીજા સ્થાને હતા.
2009 લોકસભા ચૂંટણી | ||||
પક્ષ | ઉમેદવાર | વોટ | પરિણામ | |
1 | ભાજપ | જ્યોતિ ધુર્વે | 3,94,939 | જીત |
2 | કોંગ્રેસ | ઓઝરામ ઈવને | 2,37,422 | |
3 | બીએસપી | રામ કાકોડિયા | 13,586 |
બૈતૂલના જાતિગત સમીકરણ-
બૈતૂલ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જાતિગત સમીકરણોની દ્રષ્ટિએ આ બેઠક પર અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ઉમેદવારોની જ નિર્ણાયક ભૂમિકા છે. બૈતૂલ બેઠક પર એસસી-એસટી બાદ ઓબીસી અને સામાન્ય વર્ગના વોટરો છે. જ્યારે લઘુમતી વોટર્સ પણ નિર્ણયને બદલવામાં નિર્ણાયક સાબિત થવાની સંભાવના છે.