Site icon Revoi.in

લોકસભાની ચૂંટણીના પરિણામોએ એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને ખોટા પાડ્યાં

Social Share

લોકસભાની ચૂંટણીના જેમ જેમ પરિણામો સામે આવી રહ્યાં છે, તે અનુસાર દેશમાં ફરી એકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની રહી છે, જો કે, સત્તાવાર આંકડા ચૂંટણીપંચ દ્વારા જ જાહેર કરવામાં આવશે. પરંતુ આ પરિણામોએ એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને ખોટા સાબિત કર્યાં છે. મોટાભાગના એક્ઝિટ પોલ અને રાજકીય પંડિતોને એનડીએને 350થી 400 જેટલી બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, હાલની સ્થિતિએ એનડીએને લગભગ 300થી પણ ઓછી બેઠકો મળી રહી છે. વલણો પરથી સ્પષ્ટ થાય છે કેભાજપ એકલા બહુમતના આંકડા સુધી પહોંચી નથી રહ્યું.

દેશની તમામ 543 લોકસભા સીટો માટે ટ્રેન્ડ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના આંકડાઓ પરથી એ વાત ચોક્કસ છે કે દેશમાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી છે, પરંતુ પીએમ મોદીનો 400ને પાર કરવાનો આંકડો સાવ ગાયબ થઈ ગયો છે. સ્થિતિ એવી હતી કે વલણો હોવા છતાં, સમગ્ર NDA સાથે મળીને આ આંકડાને સ્પર્શી શક્યું ન હતું અને ભાજપ એકલા બહુમતીના આંકડાને ભાગ્યે જ પાર કરી શકશે. મતલબ કે એક્ઝિટ પોલ સહિત તમામ નિષ્ણાતોના દાવા અને આંકડાઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે.

ચૂંટણી પંચ દ્વારા સવારે 11.30 વાગ્યા સુધી જાહેર કરાયેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 238 બેઠકો પર આગળ છે, જ્યારે સુરત લોકસભા બેઠક પર તે પહેલાથી જ જીતી ચૂકી છે. મતલબ કે ભાજપ કોઈપણ સંજોગોમાં પોતાના દમ પર પૂર્ણ બહુમતી હાંસલ કરી શકે તેવી સ્થિતિમાં નથી. જ્યારે એનડીએની વાત કરીએ તો તે લગભગ 290 સીટો પર આગળ છે. બીજી તરફ, 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર 52 બેઠકો પર સમેટાયેલી કોંગ્રેસ પાર્ટીએ જોરદાર વાપસી કરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી એકલા હાથે 97 સીટો પર આગળ છે, જ્યારે ઈન્ડી ગઠબંધનની કુલ 230 સીટો ઉપર લીડ છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમામ એક્ઝિટ પોલ અને નિષ્ણાતોના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે કોણે શું દાવો કર્યો?