1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ
લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

0
Social Share

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 7.89 કરોડ રોકડ, રૂ. 14.69 કરોડની કિંમતનો 5.04 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 36.63 કરોડની કિંમતનું 69.80 કિલો સોનું અને ચાંદી, રૂ. 3.57 કરોડની કિંમતના 777.41 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 58.85 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 121.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.21/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,838 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. National Grievance Services Portal પર તા.16/03/2024 થી તા.21/04/2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 8,142, મતદાર યાદી સંબંધી 760, મતદાર કાપલી સંબંધી 200 તથા અન્ય 1,900 મળી કુલ 11,002 ફરિયાદો મળી છે.

આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી તા.21/04/2024 સુધીમાં કુલ 198 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે કચેરીમાં મીડિયા મારફતે 18 તથા ટપાલ અને ઈ-મેઇલ દ્વારા રાજકીય પક્ષો મારફતે 39, ભારતના ચૂંટણી પંચ મારફતે 45 તથા અન્ય 406 મળી કુલ 508 ફરિયાદો મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code