ગાંધીનગરઃ ત્રીજા તબક્કામાં આજે 10 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 93 લોકસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે સવારના 9 કલાક સુધી સરેરાશ 10.81 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન થયેલ છે. બનાસકાંઠાના સૌથી વધુ 12.28 ટકા મતદાન, બારડોલીમાં 11.54 ટકા ,સાબરકાંઠામાં 11.43 ટકા, દાહોદમાં 10.94 ટકા , જ્યારે અમદાવાદ પશ્ચિમમાં સૌથી ઓછુ 7.23% મતદાન થયું છે. જેમાં પશ્ચિમ બંગાળની 4 બેઠકો પર સૌથી વધુ 15.85% મતદાન થયું છે… જ્યારે મધ્યપ્રદેશની 9 બેઠકો માટેની ચૂંટણીમાં 14.43 ટકા મતદાન થયું જ્યારે છત્તીસગઢમાં 13.24 ટકા મતદાન, ગોવામાં 13.02 ટકા મતદાન થયું છે જયારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ 6.64 ટકા મતદાન થયું છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠક ઉપર સવારથી જ મતદાન થયું છે. અનેક મતદાન કેન્દ્રો ઉપર વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો લાગી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. તેમજ પ્રજાને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. મતદાનમાં વધારો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
મહત્વનું છે કે આજે ત્રીજા તબક્કાના મતદાનમાં દિગ્ગજોનું ભાગ્ય EVMમાં કેદ થશે. ગાંધીનગરથી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદીત્ય સિંધ્યા, ધારવાડથી પ્રહલાદ જોશી, રાજકોટથી પરષોત્તમ રૂપાલા, પોરબંદરથી ડો.મનસુખ માંડવીયા, ઉત્તરી ગોવાથી શ્રીપદ યેસો, વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાયપુરથી બ્રીજમોહન અગ્રવાલ, બારામતીથી સુપ્રિયા સુલે, મેનપુરીથી ડીમ્પલ યાદવ, રાજગઢ થી દિગ્વિજય સિંહ. જેવા દીગજ્જોના ભાવિનો ફેંસલો આજે EVMમાં કેદ થશે.