Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2019: કઈ પાર્ટી ભાજપ કે કોંગ્રેસ સાથે છે અને કઈ પાર્ટી કોઈની સાથે નથી? જાણો એક નજરમાં

Social Share

લોકસભા ચૂંટણીની સાત તબક્કામાં જાહેરાતની સાથે હવે ગઠબંધનને લઈને તોલમોલનો આખરી તબક્કો છે. હાલની પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ચાર જૂથોમાં દેખાઈ રહ્યું છે. જેમાં બે મુખ્ય ગઠબંધનો- ભાજપના નેતૃત્વવાળું એનડીએ અને કોંગ્રેસના વડપણ હેઠળનું યુપીએ. આ બંને ગઠબંધનોને ઘણા સ્થાનો પર અલગ-અલગ રાજ્યના અલગ-અલગ પ્રાદેશિક પક્ષો પણ ટક્કર આપી રહ્યા છે.

પરંતુ આ જૂથોમાં એવા પક્ષો પણ સામેલ છે કે જેઓ 23મી મેએ પરિણામ અને પરિણામ બાદની પરિસ્થિતિનો તાગ જોઈને નિર્ણય કરશે, એટલે કે તેમની સ્થિતિ તેલ જોવો અને તેલી ધાર જોવો જેવી છે. હવે એક નજર કરીએ ક્યો પક્ષ ક્યા ગઠબંધનમાં છે અથવા કોઈની સાથે નથી.

એનડીએમાં સામેલ મોટા પક્ષો

ભારતીય જનતા પક્ષ

શિવસેના

જનતાદળ યુનાઈટેડ- જેડીયુ

લોક જનશક્તિ પાર્ટી- એલજેપી

અકાલી દળ

અપનાદળ (એસ)

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી

એઆઈએડીએમકે

યુપીએમાં સામેલ મોટા પક્ષો

કોંગ્રેસ

રાષ્ટ્રીય જનતા દળ – આરજેડી

રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી- આરએલએસપી

હિંદુસ્તાન આવામ મોરચા – એચએએફ

લોકતાંત્રિક જનતા દળ – એલજેડી

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી- એનસીપી

જનતાદળ સેક્યુલર- જેડીએસ

ડાબેરી મોરચો

તેલુગુદેશમ પાર્ટી – ટીડીપી

ડીએમકે

ત્રીજો મોરચો

કેટલાક એવા પણ પક્ષો છે કે જેઓ યુપીએ અને એનડીએ એમ બેમાંથી કોઈનામાં સામેલ નથી. આ પક્ષો પોતપોતાના પ્રદેમાં મોટા રાજકીય પક્ષો તરીકે પ્રભાવી છે. આ પક્ષો સાથે મળીને ત્રીજો મોરચા બનાવવાની તૈયારી કરી ચુક્યા છે. આમા સૌથી મજબૂત પક્ષ પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કોંગ્રેસ છે. આ સિવાય આમ આદમી પાર્ટી, યુપીની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા મોટા પક્ષો પણ સામેલ છે. તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવ પણ કહી ચુક્યા છે કે તેઓ ત્રીજા મોરચાની વિપક્ષી પાર્ટીઓની સાથે છે.

તૃણમૂલ કોંગ્રેસ  – ટીએમસી

આમ આદમી પાર્ટી- આપ

સમાજવાદી પાર્ટી- એસપી

બહુજન સમાજ પાર્ટી- બીએસપી

તેલંગાણા રાષ્ટ્ર સમિતિ- ટીઆરએસ

નેશનલ કોન્ફરન્સ- એનસી

પીડીપી

પત્તા નહીં ખોલનારા પક્ષો

દેશના કેટલાક મોટા રાજકીય પક્ષ એવા પણ છે કે જેમણે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. આમા મોટા પક્ષોમાં ઓડિશાની સત્તાધારી બીજૂ જનતા દળ અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનએ હજી સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.