Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણી 40 ટકા સુધી વધવાની શક્યતા
નવી દિલ્હી: એવિએશન ઈન્ડસ્ટ્રી સેક્ટર સાથે જોડાયેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વર્ષે એપ્રિલ-મેમાં થનારી લોકસભાની ચૂંટણી 2024 માટે રાજકીય પક્ષોની તૈયારીઓ વચ્ચે ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરોની માગણીમાં ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ 40 ટકા સુધી વધારાની સંભાવના છે. ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટની તુલનામાં હેલિકોપ્ટરની માગણી વધારે હોવાનું અનુમાન છે. એક્સપર્ટનું કહેવું છે કે હેલિકોપ્ટર ઓછા સમયમાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં આરામથી પહોંચી જાય છે.
ક્લબ વન એરના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રાજન મેહરાએ પીટીઆઈને જણાવ્યુ કે ખાનગી વિમાનોની માગણી ઝડપથી વધશે. આ માગણી વિશેષ વિમાનો અને હેલિકોપ્ટરોની ઉપલબ્ધતાથી વધારે હોવાની આશા છે. સ્પેશયલ વિમાનો અને હેલિકોપ્ટરની આપૂર્તિ મર્યાદીત સંખ્યામાં હોય છે.
કેટલા રૂપિયામાં મળે છે હેલિકોપ્ટર?
સ્પેશલ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સર્વિસનું શુલ્ક પ્રતિ કલાકના આધારે લેવામાં આવે છે. એવિએશન ઈન્ડસ્ટ્રી સેક્ટરના એક્સપર્ટ્સનો અભિપ્રાય છે કે સ્પેશયલ એરક્રાફ્ટનું શુલ્ક સાડા ચાર લાખ રૂપિયાથી સવા પાંચ લાખ રૂપિયા પ્રતિ કલાકની વચ્ચે હોય છે. એક હેલિકોપ્ટર માટે પ્રતિ કલાકનું ભાડું લગભગ દોઢ કલાક રૂપિયા હશે.
બિઝનેસ એરક્રાફ્ટ ઓપરેટર્સ એસોસિએશનના મેનેજિંગ ડાયરેક્ટર કેપ્ટન આર. કે. બાલીએ પીટીઆઈને કહ્યુ છે કે લોકસભા ચૂંટણી દરમિયાન ખાનગી વિશેષ વિમાનો અને હેલિકોપ્ટરોની માંગ ગત ચૂંટણીની સરખામણીમાં 30થી 40 ટકા સુધી વધવાની આશા છે.
સત્તાવાર આંકડાથી ખબર પડે છે કે ડિસેમ્બર, 2023ના આખરમાં 112 બિનઅનુસૂચિત સંચાલક હતા. સામાન્ય રીતે એનએસઓપી એવા યૂનિટ્સ હોય છે, જેમનો કોઈ વિશેષ નિર્ધારીત કાર્યક્રમ હોતો નથી. એનએસઓપીના વિમાન આવશ્યકતા પડવાથી ઉડાણ ભરે છે.
બાલીએ કહ્યુ છે કે લગભગ 112 એનએસઓપી છે, પરંતુ તેમાંથી 40થી 50 ટકા માત્ર એક વિમાન સંચાલન કરે છે. તેમણે કહ્યુ છે કે એનએસઓપી ની પાસે લગભગ 450 વિમાનો હોવાનું અનુમાન છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય એટલે કે ડીજીસીએ પાસે ઉપલબ્ધ આંકડા મુજબ, આ ઓપરેટરની પાસે જે વિમાન અને હેલિકોપ્ટર છે, તેમાં બેસવાની ક્ષમતા 3થી 37 સુધીની છે.
આંકડાથી ઉજાગર થાય છે કે મોટાભાગના વિમાનો અને હેલિકોપ્ટરોમાં બેસવાની ક્ષમતા 10થી ઓછી છે. મેહરાએ કહ્યુ છે કે રાજકીય નેતાઓ નાના કસબા સુધી યાત્રા કરવા માટે હેલિકોપ્ટરની માગણી કરશે. માટે હેલિકોપ્ટરની માગણી વધવાની સંભાવના છે. ભારતીય ચૂંટણી પંચને સોંપવામાં આવેલા 2019-20 માટેના પાર્ટીના વાર્ષિક ઓડિટ ખાત મુજબ, કેન્દ્રમાં સત્તારુઢ ભાજપે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર માટે કુલ 250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો.