નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણાના કાઉન્ટડાઉન વચ્ચે તમામ રાજકીય પક્ષોએ કમર કસવાનું શરૂ કર્યં છે. ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન સંયમ રાખવાની સલાહ આપી રહ્યું છે. ત્યારે અહેવાલ છે કે ભાજપ રાયબરેલી બેઠક પર કોઈ બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં છે.
રાયબરેલીથી ભાજપના ઉમેદવાર તરીકે જે કેટલાક નામો ચર્ચામાં છે, તેમાં કવિ કુમાર વિશ્વાસ, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રહેલા મનોજ પાંડેના નામ ચર્ચામાં છે.
સોનિયા ગાંધીના રાજ્યસભામાં સાંસદ બન્યા બાદ હવે ગાંધી પરિવારની પરંપરાગત ગણાતી રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડે તેવી શક્યતા છે. તેવામાં ભાજપ અહીં મોટા બ્રાહ્મણ ચહેરાનો ઉતારવાની રણનીતિ પર આગળ વધી રહ્યું છે. મહિલાઓની સાથે રાષ્ટ્રવાદનો સંદેશ આપવા માટે ભાજપ પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને પણ મેદાનમાં ઉતારી શકે છે. ગાંધી પરિવારના કોઈ સદસ્ય દ્વારા ચૂંટણી નહીં લડવાની સ્થિતિમાં મનોજ પાંડેને પણ મોકો ળી શકે છે. નુપૂર શર્મા, કુમાર વિશ્વાસ, રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી અને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપનારા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેની દાવેદારીને લઈને અટકળો તેજ છે.
યુપીમાં રાયબરેલી અને અમેઠીને કોંગ્રેસના ગઢ માનવામાં આવે છે. રાયબરેલીથી કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી લડે તેવી ચર્ચા છે. તેવામાં ભાજપ અહીંથી કોઈ મોટા ચહેરાને ઉતારવાની ગણતરી રાખી ર્યું છે. ભાજપે 2019માં અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા હતા અને રાહુલ ગાંધીને હરાવ્યા હતા. ભાજપ રાયબરેલી બેઠક પર ગત બે વર્ષોથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.
કુમાર વિશ્વાસ-
કુમાર વિશ્વાસ 2014માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર અમેઠીથી ચૂંટણી લડયા હતા. કુમાર વિશ્વાસ ચૂંટણીને રોચક બનાવી શકે છે. કુમાર વિશ્વાસનું સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું પ્રવચન તેમના દ્વારા ભાજપમાંથી ચૂંટણી લડવાના સંકેત પણ આપી રહ્યું છે.
નુપૂર શર્મા-
ભાજપના પૂર્વ પ્રવક્તા નુપૂર શર્મા પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીના મામલે ઘેરાયેલા હતા. ભાજપે તેમને સસ્પેન્ડ પણ કર્યા ગહતા॥ પાર્ટી મહિલાઓ સાથે રાષ્ટ્રવાદનો સંદેશ આપવા માટે નુપૂર શર્માને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
સુધાંશુ ત્રિવેદી –
ભાજપના ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી લોકસભાની ચૂંટણી લડે તેવી ચર્ચચા છે. તેઓ બ્રાહ્મણ ચહેરો હોવાની સાથે સારા વક્તા પણ છે. જો કે તેઓ હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે.
મનોજ પાંડે-
રાયબરેલીની ઉંચાહારથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેને પણ ઉમેદવાર બનાવવાને લઈને ચર્ચા છ. મનોજ પાંડે બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા હોવાની સાથે અન્ય સમુદાયોમાં તેમનીસારી પકડ છે. સૂત્રો મુજબ, ગાંધી પરિવારનો કોઈ સદસ્ય રાયબરેલીથી ચૂંટણી નહીં લડે, તો તેવી સ્થિતિમાં મનોજ પાંડેને ભાજપ અહીંથી ઉમેદવાર બનાવે તેવી પણ શક્યતા છે.