નવી દિલ્હી: આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા થવાની છે. ગત કેટલાક માસથી ચૂંટણી પંચ મતદાતા યાદીને અપડેટ કરી રહ્યું છે. ઉમેદવારોના નામાંકનની આખરી તારીખ સુધીમાં યાદીને અપડેટ કરવાનું ચાલુ રહેશે.
ચૂંટણી પંચે ફેબ્રુઆરીની શરૂઆતમાં કહ્યુ હતુ કે અત્યાર સુધી તેણે 96.9 કરોડ મતદાતાને રજિસ્ટર્ડ કર્યા છે, જે 2019ની લોકસભા ચૂંટણી કરતા 6 ટકા વધુ છે. ત્યારે મતદાતાઓની સંખ્યા 91.2 કરોડ હતી. માત્ર આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી પંચે 2.93 કરોડ નવા મતદાતાઓનો જોડયા છે.
1.85 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર્સ –
ચૂંટણી પંચે કહ્યું છે કે વધેલા 5.68 કરોડ વોટર્સમાંથી 1.85 કરોડ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે. આ કુલ વોટર્સના 1.91 ટકા છે. 2019માં પહેલીવાર વોટ આપનારા યુવકોની સંખ્યા 1.5 કરોડ હતી, એટલે કે કુલમાં તેમની ભાગીદારી 1.64 ટકાથી થોડી ઓછી હતી.
2019ની સરખામણીમાં આ વર્ષે 18-19 વયજૂના લોકોના નામાંકન લગભગ 23 ટકા વધ્યા છે. આ મહત્વપૂર્ણ છે કે જ્યારે બેરોજગારી, શૈક્ષણિક અવસર જેવા યુવાઓ સાથે સંબંધિત ઘણાં મુદ્દાને લઈને મતદાતાઓની વચ્ચે મોટી ચિંતા છે.
ફર્સ્ટ ટાઈમ વોટર્સ પર ભાજપની નજર-
આ સપ્તાહની શરૂઆતમાં સરકારે ફર્સ્ટ ટાઈમ વોટર્સને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. ગત મહિને ભાજપ યુવા આઉટરીચના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લગભગ 30 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે વાતચીત કરી અને તેમને ભાજપના ચૂંટણી ઘોષણાપત્ર માટે સૂચન મોકલવા માટે આગ્રહ કર્યો છે.
પીએમએ પોતાના તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં પણ પહેલીવાર વોટ કરનારા યુવાઓને અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે ભારતને પોતાની યુવાશક્તિ પર ગર્વ છે, જે જોશ અને ઊર્જાથી ભરેલા છે અને જેટલા વધુ યુવા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે, દેશ માટે પરિણામ એટલું જ બહેતર હશે.
1951-52થી 2024ની લોકસભા ચૂંટણીનો તબક્કો-
વર્ષ વોટર્સ વોટિંગ
1951-52 17.32 કરોડ 45.7 %
1957 19.37 કરોડ 47.7 %
1962 21.64 કરોડ 55.4 %
1967 25.00 કરોડ 61 %
1971 27.42 કરોડ 55.3 %
1977 32.12 કરોડ 60.5 %
1980 35.62 કરોડ 56.9 %
1984-85 40.00 કરોડ 64 %
1989 49.89 કરોડ 62 %
1991-92 51.15 કરોડ 55.9 %
1996 59.26 કરોડ 57.9 %
1998 60.29કરોડ 62 %
1999 61.95 કરોડ 60 %
2004 67.15 કરોડ 58.1%
2014 83.41કરોડ 66.4 %
2019 91.2 કરોડ 67.4 %
2024 96.88 કરોડ —-
——0-
પહેલી ચૂંટણીથી અત્યાર સુધીમાં વસ્તી 4 ગણી અને મતદાતા 6 ગણા વધ્યા
ઉપરોક્ત ચાર્ટથી ઉજાગર થાય છે કે 1951-52માં પહેલી લોકસભા ચૂંટણીના સમયે દેશની કુલ વસ્તી 36.1 કરોડ હતી અને મતદાતા 17.3 કરોડ હતા. ત્યારથી મતદાતાઓની સંખ્યામાં 6 ગણો અને વસ્તીમાં ચાર ગણો વધારો થઈ ચુક્યો છે. મતદાન પ્રતિસત પણ સતત વધી રહ્યો છે. 1951-52માં મતદાનની ટકાવારી 45.7 ટકા હતી, જે 2019માં અત્યાર સુધીના સર્વોચ્ચ 67.4 ટકાએ પહોંચી હતી.
મહિલા મતદાતાઓની નોંધણીમાં પણ વધારો થયો છે. 2019માં 928થી વધીને હવા લિંગ અનુપાત 948 થઈ ગયો છે. 47.1 કરોડ મહિલાઓની સરખામણીમાં હવે 49.7 કરોડ પુરુષ મતદાતાઓ છે. 2019માં કુલ મતદાતાઓમાં 46.5 કરોડ પુરુષ અને 43.1 કરોડ મહિલાઓ હતી. ગત પાંચ વર્ષોમાં ટ્રાન્સજેન્ડર મતદાતાઓની સંખ્યા 39683થી વધીને 48044 થઈ છે.