બેંગ્લોરઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તમિલનાડુની તમામ બેઠકો ઉપર આજે જ મતદાન યોજાઈ રહ્યું છે. આ દરમિયાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતાના કલાકારોએ પણ મતદાન કર્યાં બાદ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સુપર સ્ટાર રજનિકાંત, અજિત કુમાર, શિવકાર્તિકેયને મતદાન કર્યું હતું. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાના જણાવ્યા અનુંસાર, અજિત ચેન્નઈમાં વોટ કરનાર પ્રથમ એક્ટર્સ માંના એક હતા.
ફિલ્મ જગતના સુપરસ્ટાર તિમાલનાડુમાં રજનીકાંત, અજિત કુમાર અને શિવકાર્તિકેયન ચેન્નાઈમાં મતદાન કેન્દ્ર પર જોવા મળ્યા હતા. એક્ટર તમિલનાડુમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપવા માટે બહાર આવ્યા હતો. રજનીકાંત, અજિત, શિવકાર્તિકેયને મતદાન કર્યું હતું. ઈન્ડસ્ટ્રીના ટ્રેકર રમેશ બાલાના જણાવ્યા અનુસાર, અજિત ચેન્નાઈમાં વોટ કરનાર પ્રથમ એક્ટરમાંના એક હતા. પોલિંગ બૂથ પર એક્ટરનો એક વીડિયો શેર કરતા ટ્વિટર પર લખ્યું, ‘અભિનેતા અજિત કુમાર મતદાન કરનારા પ્રથમ લોકોમાંથી એક હતા’.
રજનીકાંત અને શિવકાર્તિકેયન મતદાન મથકો પર મત આપવા માટે અન્ય મતદારો સાથે લાઈનમાં ઉબા રહેલા જોવા મળ્યાં હતા. રજનીકાંત, અજિત અને શિવકાર્તિકેયને મતદાન કર્યા પછી પ્રેસ સાથે વાત કરી હતી અને લોકોને બહાર આવવા અને તેમની નાગરિક ફરજ બજાવવા વિનંતી કરી હતી. કોલીવુડ સ્ટાર્સ મતદાન કરવા માટે મતદાન મથકો પર આવવાની અપેક્ષા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ 39 બેઠકો માટે 19 એપ્રિલે મતદાન સમાપ્ત થશે. ઉત્તરાખંડની 5 લોકસભા બેઠકો, મેઘાલયની 2 લોકસભા બેઠકો, અરુણાચલ પ્રદેશની 2 લોકસભા બેઠકો, સિક્કિમ, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને પુડુચેરીની 1-1 લોકસભા બેઠક પર પણ પ્રથમ તબક્કામાં મતદાનચાલી રહ્યું છે.