Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ દેશમાં 96.8 કરોડ મતદારો, 1.82 કરોડ યુવાનો પ્રથમવાર કરશે મતદાન

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશમાં હાલ લગભગ 96.8 કરોડ જેટલા મતદારોમાં છે. જે પૈકી 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલા મતદારો છે. જ્યારે લગભગ 1.82 કરોડ મતદારો પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવા મતદારોને મતદાર યાદીમાં સામેલ કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન હાલ દેશમાં 18થી 19 વર્ષની ઉંમરના 1.8 કરોડ જેટલા મતદારો છે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના 19.74 ટકા મતદારો છે. જ્યારે 85 વર્ષથી વધુની ઉંમરના 82 લાખ મતદારો નોંધાયેલા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, અમારી પાસે 97 કરોડ જેટલા મતદારો નોંધાયેલા છે. જ્યારે 10.5 લાખ મતદાન કેન્દ્રો, 1.5 કરોડ મતદાન અધિકારી અને સુરક્ષા કર્મચારી, 55 લાખ જેટલા ઈવીએમ અને ચાર લાખ વાહનો ઉપલબ્ધ છે. દેશમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને વધારેમાં વધારે મતદાન થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું. કે, અમે દેશમાં હકીકતમાં ઉત્સવપૂર્ણ, લોકતાંત્રિક વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. 17મી લોકસભા ચૂંટણીનો કાર્યકાળ 17મી જૂન 2024ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અ સિક્કિમની વિધાનસભાનો કાર્યકાળ પણ જૂન 2024માં જ પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી યોજવાની બાકી છે. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની કેટલીક બેઠકો પણ ખાલી છે.