નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોના ગઠબંધનની અંતિમ મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને કોઈ ફોર્મુલા નક્કી નથી થઈ. જો કે, આ મીટીંગમાં એક વાત સામે આવી છે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં મળનારી મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ જશે. આ દરમિયાન કોંગ્રેસના સિનિયરન તા જયરામ રમેશે વિપક્ષી ગઠબંધનની બેઠકોની ફાળવણીને લઈને નિર્ણય લેવામાં આવશે. તેમણે બેઠકોની ફાળવણીને લઈને કોંગ્રેસનો ઈરાદો જાહેર કર્યો છે.
તેમણે કહ્યું છે કે, બેઠકોની ફાળવણીને લઈને વાતચીત થશે, જે કંઈ પણ કરવાનું હશે તે અમે કરીશું. અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ પરિસ્થિતિઓ છે જેને ધ્યાનમાં રાખીને બેઠકોની ફાળવણીને લઈને ચર્ચા ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, ખુલ્લા મન અને બંધ મોઢા વળે અમે બેઠકોની ફાળવણી અંગે વાત આગળ વધારી રહ્યાં છીએ.
કોંગ્રેસના પાંચ સદસ્યીય રાષ્ટ્રીય ગઠબંધન સમિતિએ 28મી ડિસેમ્બરના રોજ નાગપુરની રેલી બાદ પાર્ટી પ્રદેશ અંગે ચર્ચા કરાશે. 29મી ડિસેમ્બરના રોજ ગઠબંધનને લઈને શું રણનીતિ અપનાવવી જોઈએ તેને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા માટે પ્રદેશના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યાં છે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 19મી ડિસેમ્બરના રોજ પાંચ સદસ્યીય સમિતિની રચના કરી છે. આ સમિતિની અધ્યક્ષતા મોહન પ્રકાશ કરી રહ્યાં છે.
સમિતિમાં બે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને ભૂપેશ બધેલની સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને મુકુલ વાસનિકનો હિસ્સો છે. વિવિધ પ્રદેશોના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ કમિટી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સહયોગી દળો સાથે બેઠકોની ફાળવણીને લઈને અંતિમ વાતચીત કરાશે.