Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ સમગ્ર દેશમાં 85 વર્ષથી વધુના ઉમેદવારો ઘરેથી મતદાન કરી શકશે

Social Share

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, 85 વર્ષથી વધુની ઉંમરના જેટલા મતદારો છે તેઓ પોતાના ઘરેથી જ મતદાન કરી શકશે. આ વખતે દેશમાં પ્રથમવાર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જે વર્ષ 85 વર્ષથી વધારે મતદારો માટે છે. તેમજ 40 ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો પણ ઘરેથી મતદાન કરી શકશે. તેમની પાસે અમે મતદાનને લઈને ફોર્મ મોકલાવીશું અને મતદાન માટે વિકલ્પ પુરા પાડીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 12 રાજ્યોમાં મહિલા મતદારો પુરુષ મતદારોની સરખામણીએ વધારે છે. હિંસામુક્ત ચૂંટણી કરવાના પ્રયાસ કરવામાં આવશે. જો કોઈ ફરિયાદ મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્લેકમનીના ઉપયોગને રોકવા માટે પગલા લેવામાં આવશે. કેટલાક રાજ્યોમાં બળનો પ્રયોગ વધારે છે. જ્યારે કેટલાક રાજ્યોમાં ધનનો ઉપયોગ વધારે થાય છે. અમારી પાસે તમામ આંકડા ઉપલબ્ધ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે નિરીક્ષકોને તાલીમ આપવામાં આવી છે. 2100 નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. હિંસા મુક્ત ચૂંટણીનું લક્ષ્ય છે.