લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ
ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ કલેક્ટર નૈમેષ દવેને પોતાનુ નામાંકન પત્ર રજૂ કયુઁ હતુ. આ સાથે અન્ય ઉમેદવારોએ પણ કલેક્ટર નૈમેષ દવેને પોતાના નામાંકન પત્ર રજૂ કયાઁ હતા.
દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. આ ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે પણ લોકસભાની સાથે જ ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીને હાલ સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઈન્ડિ ગઠબંધનને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદાવરો ઉભા રાખ્યાં છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં પોતાના બે ઉમેદાવોરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે.