નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપાએ વધુ એક યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપાની યાદી અનુસાર રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપર નારાયણ રાણેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રાણેની સીધી ટક્કર વિનાયક રાઉત સાથે થશે. વિનાયક રાઉત હાલ આ બેઠક ઉપર સાંસદ છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ રત્નાગિરી બેઠક ઉપર વિનાયક રાઉતને ઉમેદવાર બનાવ્યાં છે. આ બેઠક ઉપર અત્યાર સુધી ભાજપા પોતાના ઉમેદવાર ઉતારતી ન હતી. ભાજપા અને શિવસેના વચ્ચે વર્ષોથી યુતી હતી. જેથી ભાજપા ઉમેદવાર ઉતારતી ન હતી. જો કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ ભાજપાનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયાં હતા. રાણેનો દીકરો નિલેશ રાણે આ બેઠક ઉપર વર્ષ 2009માં કોંગ્રેસની ટીકીટ ઉપર જીત્યાં હતા.
નારાયણ રાણેએ વર્ષ 2005માં શિવસેના સામે બળવો કર્યો હતો. રાણેએ શિવસેના સાથે પોતાના રાજકીય પ્રવાસની શરૂઆત કરી હતી. વર્ષ 1968માં માત્ર 16 વર્ષની ઉંમરે નારાયણ રાણે યુવાનોને શિવસેનામાં જોડાવવાનું શરૂ કર્યું હતું. શિવસેનામાં જોડાયા બાદ રાણેની લોકપ્રિયતામાં સતત વધારો થયો હતો.
યુવાનોમાં રાણેની ખ્યાતિ વધતા તત્કાલિન પ્રમુખ બાલા સાહેબ ઠાકરે પ્રભાવિત થયાં હતા. જે બાદ તેમને ચેમ્બુર શિવસેનાના શાખાના પ્રમુખ બનાવ્યાં હતા. જે બાદ તેઓ કોર્પોરેટર અને ધારાસભ્ય પણ બન્યાં હતા.
એટલું જ નહીં મહારાષ્ટ્રમાં વર્ષ 1996માં ભાજપા-શિવસેનાની સરકારમાં મંત્રીની જવાબદારી નિભાવી ચુક્યાં છે. વર્ષ 2005માં શિવસેના છોડીને સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયાં હતા. વર્ષ 2017માં કોંગ્રેસનો સાથ છોડીને ભાજપામાં જોડાયાં હતા.