1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં
લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં

લોકસભા ચૂંટણીઃ ચોથા તબક્કાના મતદાનને લઈને પ્રચાર-પડઘમ શાંત થયાં

0
Social Share

નવી દિલ્હીઃ દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. સાંજે છ વાગ્યે પ્રચારનો ઘોંઘાટ બંધ થયો હતો. આ તબક્કામાં 13 મેના રોજ 10 રાજ્યોની 96 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. સામાન્ય ચૂંટણીના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતદાન થવાનું છે. કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. 13મી મેના રોજ ઈવીએમમાં ​​જનતાના નિર્ણયની મહોર લાગશે. પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર મતદાન થશે, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો અને સાતમા તબક્કામાં 01 જૂને 57 લોકસભા બેઠકો પર મતદાન થશે. પરિણામ 04 જૂને જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પરંતુ દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પરથમ પુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા પર બુથ નબર 220 પર ભારતના ચૂંટણી પંચના આદેશ બાદ આજે ફરી મતદાન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં હાલ મતદાન યોજાયું હતું. સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન 12.91 % મતદાન નોંધાયું હતું. બુથ મથકમાં પ્રવેશ પહેલા મેટલ ડિરેક્ટર મશીન, બુથનું લાઈવ વેબ કાસ્ટિંગ સહિતની વ્યવસ્થા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code