Site icon Revoi.in

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં આવચતીકાલથી ચૂંટણી પ્રક્રિયા પ્રારંભ થશે

Social Share

અમદાવાદઃ આગામી 19 એપ્રિલથી દેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થવાનો છે. 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારોની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજા તબક્કાના ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. ત્યારે 12 એપ્રિલથી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. ત્રીજા તબક્કાના ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરી શકશે અને19 એપ્રિલ સુધી નામાંકન કરી શકશે. અને 22 એપ્રિલ ઉમેદવારો માટે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ હશે.

મહત્વનું છે કે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. 7 મેએ ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો અને મધ્ય પ્રદેશના બેતુલ સંસદીય ક્ષેત્રમાં મતદાન યોજાશે. બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી લડી રહેલા ઉમેદવારના નિધનને કારણે મધ્યપ્રદેશની બેતુલ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી. જે હવે ત્રીજા તબક્કામાં એટલેકે 7 મેના રોજ યોજાશે.

ત્રીજા તબક્કામાં સામેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા, દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવ છે. જ્યાં મતદાન થશે.