નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત સાથે જ 18મી લોકસભાની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે અને તમામ સીટો માટે મતગણતરી 4 જૂને થશે.
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જેના માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને તેની સાથે ઉમેદવારો આજથી 27 માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકશે.
પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબારની સાથેસાથે જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ, પુડુચેરીની કુલ 102 બેઠકો પર મતદાન થશે.