અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આગામી 7મી મેના રોજ મતદાન યાજોશે. જ્યારે સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયાં છે. જ્યારે અન્ય 25મી બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં લોકસભા ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તથા કોઈ અન્જીિનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસની સાથે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયુ હતું. જેમાં સેકટર – 7,સેકટર – 21 , કલોલ શહેર તેમજ ઈન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારોમાં સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.ત્યારે હવે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેને લઈને પોલીસ દ્વારા નાકાબંધી કરી સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ ચુંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઇ તથા કોઈ અન્છિનીય બનાવ ન બને તે આજે પોલીસની સાથે CAPF જવાનોએ ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, લોકસભા ચુંટણી મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે ત્રણ હજાર પોલીસ જવાનોની સાથે બે CAPF તેમજ એક SRP ની કંપની કાયદો વ્યવસ્થા જાળવવા ખડેપગે તૈનાત રહેશે. ગુજરાતમાં 7મી મેના રોજ મતદાનની ટકાવારીમાં વધારો થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા સઘન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના સરહદી જિલ્લાઓમાં બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રવેશ કરનાર તમામ વાહોનોની ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.