Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કા માટે ગેઝેટ નોટિફિકેશન શુક્રવારે બહાર પાડવામાં આવશે

Social Share

નવી દિલ્હીઃ સામાન્ય ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે નામાંકન આવતીકાલથી શરૂ થશે. લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીઓમાં યોજાનારી 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો (પીસી) માટે ગેઝેટ નોટિફિકેશન 12મી એપ્રિલના રોજ શુક્રવારના રોજ બહાર પાડવામાં આવશે. તો મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાન માટેનું જાહેરનામું પણ આવતીકાલે બહાર પાડવામાં આવશે.

મધ્યપ્રદેશના 29 બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રમાં સ્થગિત મતદાનની સાથે આ 94 સંસદીય ક્ષેત્રોમાં મતદાન 07.05.2024નાં રોજ થશે. બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી લડી રહેલા ઉમેદવારના નિધનને કારણે મધ્યપ્રદેશના 29-બેતુલ (એસટી) સંસદીય ક્ષેત્રની ચૂંટણી જે બીજા તબક્કામાં યોજાવાની હતી તે મુલતવી રાખવામાં આવી હતી.

ત્રીજા તબક્કામાં સામેલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી તથા દમણ અને દીવ, ગોવા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ છે, જ્યાં મતદાન થશે. 

ત્રીજા તબક્કા માટેનો કાર્યક્રમ નીચે મુજબ છેઃ