લોકસભા ચૂંટણી: સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા મતદાન
લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યુ છે. સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 23.66 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 32.70 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 15.33 ટકા નોંધાયું હતું. તો બિહારમાં 21.11 ટકા, જમ્મુ કાશ્મીરમાં 21.37, ઝારખંડમાં 26.18, લડાખમાં 27.87, ઓડિશામાં 21.07, ટકા મતદાન નોંધાયું છે. તો ઉત્તર પ્રદેશમાં 27.76 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે.
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એક્સ ઉપર અપીલ કરી હતી કે હું તમામ મતદાતાઓને અનુરોધ કરું છું કે જરૂર મતદાન કરો અને મતદાનનો નવો રેકોર્ડ બનાવો.સાથે સાથે તેમણે મહિલાઓ અને યુવાનોને મોટીં સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. આ તબક્કામાં 695 ઉમેદવારો મેદાનમાં છે.