લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે.
આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજનો સમાવેશ થાય છે.
બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથકે માત્ર ‘અસલ પાસપોર્ટ’ રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.