Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ઝારખંડમાં PM મોદીના કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા ઉપર આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓ લોકોને લૂંટી રહ્યા છે. રાજ્યમાં ઘણા સુંદર પહાડો છે, પરંતુ ઝારખંડની ચર્ચાઓ ચલણી નોટોના પહાડો મામલે થઈ રહી છે. આ દરમિયાન તેમણે દાવો કર્યો કે, કોંગ્રેસ અને જેએમએમને માત્ર તેમની વોટ બેંકની ચિંતા છે.

ઝારખંડના દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન જેએમએમ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “મારા એક સાથી મને કહેતા હતા કે ઝારખંડમાં લવ જેહાદ શબ્દ પહેલીવાર આવ્યો છે. આપણા દેશમાં રવિવારની રજા હોય છે. જ્યારે અહીં અંગ્રેજોનું શાસન હતું. ખ્રિસ્તી સમુદાય રજા (રવિવારે) ઉજવે છે, આ પરંપરા હિન્દુઓ સાથે જોડાયેલી નથી, તે 200-300 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેમણે એક જિલ્લામાં રવિવારની રજા બંધ કરી દીધી છે, અને શુક્રવારે રજા રહેશે.

પીએમ મોદીએ દુમકામાં દાવો કર્યો હતો કે, કોંગ્રેસ ગરીબોના નામે પૈસા લૂંટે છે, પરંતુ મોદીએ આ બધું બંધ કરાવી દીધું છે. અમે જનતાના પૈસાનો ઉપયોગ જનહિતમાં કરીએ છીએ. લોકો માટે સતત કામ કરીએ છીએ. 4 જૂન પછી ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવશે, આ મોદીની ગેરંટી છે. બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) દેશમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યું છે.

દેશમાં લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી છે. અત્યાર સુધીમાં છ તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. હવે અંતિમ તબક્કાનું મતદાન 1લી જૂનના રોજ યોજાશે.