લોકસભા ચૂંટણી: સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 904 ઉમેદવારો ચૂંટણી લડશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી લડશે. 1 જૂન, 2024ના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024ના સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારા મતદાન માટે 57 સંસદીય ક્ષેત્રો માટે કુલ 2105 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા.. તમામ 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટેના સાતમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 14 મે, 2024 હતી. દાખલ કરાયેલા તમામ નામાંકનોની ચકાસણી બાદ, 954 નામાંકન માન્ય હોવાનું જણાયું હતું.
સાતમા તબક્કામાં, પંજાબમાં 13 સંસદીય મતવિસ્તારોમાંથી સૌથી વધુ 598 નોમિનેશન ફોર્મ હતા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 13 સંસદીય મતવિસ્તારોમાં 495 નોમિનેશન હતા. 36 – બિહારના જહાનાબાદ સંસદીય મતવિસ્તારમાં મહત્તમ 73 નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા, ત્યારબાદ 7- પંજાબના લુધિયાણા સંસદીય મતવિસ્તારોમાંથી 70 નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા હતા. સાતમા તબક્કા માટે એક પીસીમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા 16 છે.
રાજ્ય સંસદીય ક્ષેત્રની સંખ્યા ઉમેદવારી પત્રો માન્ય ઉમેદવારો અંતિમ ઉમેદવારો
બિહાર 8 372 138 134
ચંડીગઢ 1 33 20 19
હિમાચલ 4 80 40 37
ઝારખંડ 3 153 55 52
ઓડિશા 6 159 69 66
પંજાબ 13 598 353 328
ઉ.પ્રદેશ 13 495 150 144
પ. બંગાળ 9 215 129 124
કુલ 57 2105 954 904