Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં 3 સભાઓને ગજવશે

Social Share

નવી દિલ્હીઃ ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોનું પ્રચાર અભિયાન જોર પકડી રહ્યું છે. તાપમાનના પારાની સાથે ચૂંટણી પ્રચારમાં પણ ગરમાવો આવી રહ્યો છે. જો વાત કરીએ ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેઓ દરરોજ એક થી વધુ જનસભાઓ કરી રહ્યા છે. આજે તેઓ પશ્ચિમ બંગાળની સાથે ઝારખંડમાં પણ ચૂંટણી સભા કરશે. આજે તેમની મમતા બેનર્જીના ગઢ બંગાળમાં ત્રણ સભાઓ થશે.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસને 18 બેઠકો જીતીને મોટો ઝટકો આપ્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ રેલી સવારે 11 કલાકની આસપાસ વર્ધમાનમાં ત્યારબાદ બીજી સભા કૃષ્ણાનગરમાં તો ત્રીજી સભા બોલપુરમાં કરશે. ત્યારબાદ તેઓ ઝારખંડ જશે. જ્યાં તેઓ શિનઘભુમમાં તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરશે.