Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પંચ સાતમા અને અંતિમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડશે

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મંગળવારે જાહેરનામું બહાર પાડશે. આ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાયેલી 57 લોકસભા મતવિસ્તારોમાં 1 જૂને મતદાન થશે.આ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત મતદારક્ષેત્રોમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની દરેક 13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે.ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 14 મે છે, ચૂંટણી પંચ દ્વારા 17 મેના રોજ પરત ખેંચવાની છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે.

દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. દરમિયાન આજે મંગળવારે ગુજરાતની 25 સહિત 93 બેઠકો ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. હાલ ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપાએ 400થી વધારે બેઠકો જીતવાનો દાવો કર્યો છે. બીજી તરફ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષો એક છતનીચે એકત્ર થયાં છે અને ઈન્ડી ગઠબંધન બનાવ્યું છે.