Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાની 88 સીટો માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારની સાથે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. બાહ્ય મણિપુર મતવિસ્તારના એક ભાગમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે. આ તબક્કામાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ-આઠ, મધ્યપ્રદેશની 7, આસામ અને બિહારની પાંચ-પાંચ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ત્રણ-ત્રણ બેઠકો પર મતદાન થશે. .

આ ઉપરાંત ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં પણ આ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. જમ્મુ-કાશ્મીર સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નામાંકનની ચકાસણી 5 એપ્રિલે હાથ ધરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં 6 એપ્રિલના રોજ નામાંકનની ચકાસણી થશે.
દરમિયાન ગુજરાતમાં ચૂંટણીપ્રચાર વેગવંતો બન્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પ્રચારનું કાર્ય શરૂ કર્યું છે. તેઓ દરરોજ દમણના અલગ અલગ વિસ્તારમાં નાગિરકો સાથે મુલાકાત કરીને ભાજપના વિકાસ કાર્યો અંગે જણાવીને ભાજપને વોટ આપવા અપીલ કરી હતી. તો જે યુવાનો પ્રથમ વાર વોટ આપવાના છે તેમને ફૂલ આપીને લાલુ પટેલે પ્રોત્સાહિત કર્યા હતા.

બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે દાંતા તાલુકામાં દુધ શીત કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અને મિલ્ક ડેની ઉજવણીમાં સામેલ થયા હતા. સાથે જ તેમણે દૂધ મંડળીઓની મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. તેમજ સરકારની યોજનાઓના વિવિધ લાભ ગણાવીને રેખાબેને જંગી મતોથી જીતાડવા અપીલ પણ કરી હતી.

અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને પગલે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે… સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અરવલ્લી જિલ્લાના અલગ-અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં ધનસુરા, મોડાસા, દાવલી અને મોડીરાત્રે ટીંટોઇ ગામે લોકસંપર્ક કર્યો હતો.

અમરેલીમાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અંતર્ગત મતદાન જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી શહેરની શાળાના શિક્ષકો દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા, ખર્ચ તેમજ TIP નોડલ અધિકારીઅને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાન જાગૃત્તિનો સંદેશાનો પ્રસાર થાય અને ચૂંટણી ફરજ અર્થે રોકાયેલા શિક્ષકો સહિત સૌનો ઉત્સાહ વધે તે હેતુથી આજે આ રેલી યોજવામાં આવી છે.