1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન
લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, કેરળમાં 51.64 ટકા મતદાન થયું છે. મતદાન કેન્દ્રોમાં સવારથી મતદારોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. જ્યારે પશ્ચિમ બંગાળ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં મતદાન દરમિયાન રાજકીય પાર્ટીઓના કાર્યકરોમાં મારા મારી સહિતના બનાવો સામે આવ્યાં હતા. આમ બપોરના 3 કલાક સુધીમાં એકંદરે લગભગ 53 ટકા જેટલુ મતદાન થયું હતું. 

લોકસભાની બીજા તબક્કાની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના એક વાગ્યા સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 54.47 ટકા જેટલુ મતદાન થયું છે. આ ઉપરાંત અસમમાં 46.31, બિહારમાં 33.80, છત્તીસગઠમાં 53.09, જમ્મુમાં 42.88, કર્ણાટકમાં 38.23, કેરલમાં 39.26, મધ્યપ્રદેશમાં 39, મહારાષ્ટ્રમાં 32, મણિપુરમાં 54.26, રાજસ્થાનમાં 40.39, ઉત્તરપ્રદેશમાં 35.73 અને પશ્ચિમ બંગાળમાં 47.29 ટકા જેટલુ મતદાન થયું છે. આમ બીજા તબક્કામાં અત્યાર સુધીમાં અંદાજે 45 ટકા જેટલુ મતદાન થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, તેટલું જ આપણું લોકતંત્ર મજબૂત થશે. આ મારો સંદેશ અમારા યુવા મતદારોને છે. તેમજ દેશની મહિલા શક્તિને ખાસ વિનંતી છે કે તેઓ મતદાન કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવે, તમારો મત તમારો અવાજ છે.

દેશના 11 રાજ્યોની 88 બેઠકો ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code