1. Home
  2. ગુજરાતી
  3. Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ
Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

Lok Sabha Elections: શું હોય છે એક વોટની કિંમત? લોકસભાની ચૂંટણી કરાવવામાં કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

0
Social Share

નવી દિલ્હી: સમયની સાથે જ ચૂંટણી પર સતત ખર્ચ વધી રહ્યો છે. આજના સમયમાં ચૂંટણી પંચ માટે તટસ્થ અને સુચારુપણે ચૂંટણી કરાવવાનું મોંઘુ થઈ ગયું છે. દેશમાં પહેલી લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી વોટ કરનારાઓથી લઈને વોટિંગની પદ્ધતિ સુધી ઘણાં મોટા ફેરફાર થયા છે. પહેલા બેલેટ પેપરનો ઉપયોગ થતો હતો, હવે ઈવીએમ અને વીવીપેટનો વપરાશ થઈ રહ્યો છે. રાજકીય પક્ષો તરફથી પણ ગત કેટલાક વર્ષોથી મનીપાવરનો વધારે ઉપયોગ કરાય રહ્યો છે. તેના પર પણ ચૂંટણી પંચે ગાળિયો કસ્યો છે. પરંતુ શું તમે જાણો છે કે તમારા એક વોટની શું કિંમત છે..

પહેલી લોકસભા ચૂંટણીમાં કેટલા રૂપિયા ખર્ચાયા હતા?

2024માં ભારતની 18મી લોકસભા  માટેની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં લગભગ 97 કરોડથી વધુ  મતદાતાઓ ભાગ લેશે. મતદાતાઓની સંખ્યાના હિસાબથી આ દુનિયાની સૌથી મોટી ચૂંટણી હશે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણીમાં 17 કરોડ વોટર્સે ભાગ લીધો હતો. તે સમયે પ્રતિ મતદાતા 60 પૈસાનો ખર્ચ થયો હતો. જો કે પહેલી લોકસભા ચૂંટણીનો કુલ ખર્ચ 10.5 કરોડ રૂપિયા હતો. 2019 સુધીમાં આ ખર્ચ 6500 કરોડ રૂપિયા થયો.

લોકસભા ચૂંટણીના ખર્ચના આંકડાની વાત કરીએ, તો 1957ની લોકસભાની ચૂંટણીને બાદ કરતા દરેક ચૂંટણીમાં ખર્ચમાં વધારો થયો છે. 2009થી 2014ની વચ્ચે ચૂંટણીનો ખર્ચ લગભગ ત્રણ ગણો વધ્યો. 2009માં લોકસભા ચૂંટણીમાં 114.4 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. જ્યારે 2014માં 3870.3 કરોડ રૂપિયા અને 2019માં 6500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

જો દર વોટરની વાત કરીએ, તો પહેલી લોકસભા ચૂંટણીમાં પ્રતિ વોટર 60 પૈસાનો ખર્ચ થયો હતો. 2004માં 17 રૂપિયા, 2009માં 12 રૂપિયા પ્રતિ વોટર ખર્ચ થયો હતો. જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રતિ વોટર 46 રૂપિયા અને 2019માં પ્રતિ વોટર 72 રૂપિયાનો ખ્ચ થયો હતો. દેશમાં સૌથી ઓછી ખર્ચીલી લોકસભાની ચૂંટણી 1957માં થઈ હતી. ત્યારે ચૂંટણી પંચને માત્ર 5.9 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. એટલે કે પ્રતિ વોટર ત્યારે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા આવ્યો હતો. જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં તેના વધવાની સંભાવના છે.

કોણ ઉઠાવે છે ખર્ચ –

હવે સૌના મનમાં સવાલ ઉઠશે કે લોકસભા ચૂંટણીનો ખર્ચ કોણ વહન કરે છે. તો જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરે છે. તેમાં ચૂંટણી પંચના પ્રશાસનિક કામકાજથી લઈને ચૂંટણીમાં સિક્યોરિટી, પોલિંગ બૂથ મશીનની ખરીદી, વોટર્સને જાગરૂક કરવા અને વોટર આઈડી કાર્ડ બનાવવા જેવા ખર્ચ સામેલ છે. આઝાદી બાદ લાંબા સમય સુધી બેલેટ પેપરના માધ્યમથી ચૂંટણી થઈ હતી. 2004થી દરેક લોકસભા મતવિસ્તારમાં ઈવીએમ દ્વારા જ વોટિંગ થાય છે. ઈલેક્શન કમિશન પ્રમાણે, ઉત્તરોત્તર ઈવીએમની ખરીદીના ખર્ચમાં પણ વધારો થાય છે.

ચૂંટણી ખર્ચમાં વધારાનું કારણ-

લોકસભા ચૂંટણીનો ખર્ચ પણ કેટલાક કારણોથી વધ્યો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એક તો વોટર્સની સંખ્યામાં ઝડપથી વધારો. અન્ય ઉમેદવારોથી લઈને પોલિંગ બૂથ અને સંસદીય ક્ષેત્રોની સંખ્યામાં વધારો થયો છે.

1951-52ની લોકસભાની ચૂંટણીમાં 53 પાર્ટીઓના 1874 ઉમેદવારો 401 બેઠકો પર મેદાનમાં ઉતર્યા હતા. 2019માં આ સંખ્યા ઘણી વધી ગઈ. ગત લોકસભા ચૂંટણીમાં 673 પાર્ટીઓના 8054 ઉમેદવારોએ 543 બેઠકો પર કિસ્મત અજામાવી હતી. દેશમાં કુલ 10.37 લાખ પોલિંગ બૂથ પર વોટિંગ થયું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code