લોકસભા ચૂંટણીઃ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે પત્ની સુનિતા કેજરિવાલ
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે. દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં પ્રથમ ક્રમે દિલ્હીના અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પત્ની બીજુ નામ તેમની પત્ની સુનિતા કેજરિવાલનો સમાવેશ થાય છે. આમ ‘આપ’માં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે સુનિતા કેજરિવાલ હોવાનું ચર્યા રહ્યું છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલ હાલ લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ છે, એટલું જ નહીં અરવિંદ કેજરિવાલ જેલમાં બેઠા બેઠા સરકાર ચલાવી રહ્યાં છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદીમાં 40 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો સમાવેશ પણ થાય છે. આ ઉપરાંત સંદીપ પાઠક, પંકજ ગુપ્તા, સંજ્ય સિંહ, ગોપાલ રાય, રાઘવ ચડ્ડા, કૈલાશ ગહેલોત, ઈમરાન હુસેન, અમન અરોડા, ઈસુદીન ગઢવી, હેમંત ખાવા, સુધીર વાધાની, અલ્પેશ કથિરિયા, રાજુભાઈ સોલંકી, જગમાલભાઈ વાળા, કૈલાશ ગઢવી, ડો.રમેશ પટેલ, પ્રવીણ રામ, પંકજ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઈન્ડિ ગઠબંધન હેઠળ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. બેઠક ફાળવણી અનુસાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ભરૂચ તથા ભાવનગર બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે. ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવા અને ભાવનગર બેઠક ઉપર ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યાં છે.