લોકસભા ચૂંટણીઃ YOUTUBE એ ચૂંટણી પંચ સાથે ભાગીદારી કરી, બનાવી નવી પોલિસી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને સૌથી મોટી સમસ્યા ડિજિટલ મીડિયાની છે, મોબાઈલ અને સિટીઝન જર્નાલિઝમે લોકોના હાથમાં હથિયાર તો આપ્યું છે, પણ તેનો ઘણો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સરકાર ટેક કંપનીઓ અને ચૂંટણી પંચ માટે સૌથી મોટો પડકાર ચૂંટણી દરમિયાન ખોટી માહિતી ફેલાવવાનો છે. આ માટે YOUTUBE ઘણી તૈયારીઓ કરી છે.
YOUTUBE એક પ્રેસ રિલીઝ જારી કરતા જણાવ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી માટે તેની તૈયારીઓ શું છે. YOUTUBEએ જણાવ્યું છે કે યુઝર્સને સચોટ અને સાચી જાણકારી મળે તે માટે દરેક પ્રયાસ કરી રહ્યું છે. માટે YOUTUBE તેના પ્લેટફોર્મ પર પણ ફેરફાર કર્યા છે.
કોઈ યુઝર ચૂંટણી સંબંધિત કોઈ કીવર્ડ સર્ચ કરે છે જેમ કે કેવી રીતે મત આપવો વગેરે, તો તેને સૌથી સચોટ જાણકારી આપવામાં આવશે. આ સિવાય યુટ્યુબ વિડીયોમાં રિકમેડેડ કંટેન આ રીતે સમાન હશે. YOUTUBE આ માટે ચૂંટણી પંચ સાથે ભાગીદારી કરી છે. YOUTUBEએ જણાવ્યું છે કે ખાસ કરીને ચૂંટણીઓ માટે નવી નીતિ બનાવવામાં આવી છે, જે હેઠળ ચૂંટણી સંબંધિત કોઈપણ ખોટી માહિતીને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. જો મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવશે અથવા કોઈપણ વિડિયોમાં ખોટી માહિતી આપવામાં આવશે તો આવા વીડિયો તાત્કાલિક પ્રભાવથી દૂર કરવામાં આવશે.
દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. દેશમાં મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ચૂંટણીને અયોગ્ય પ્રચારને અટકાવવા માટે વિશેષ પગલા ભરવામાં આવ્યાં છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તે માટે જાગૃતિ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.