Site icon Revoi.in

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી,નાગરિકો સાથે કર્યો સંવાદ

Social Share

સુરત:લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સુરતની મુલાકાત લીધી હતી અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.સુરતમાં તેમણે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો.સુરતમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.મોડી સાંજે એમના સન્માનમાં નાગરિક અભિનંદન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો.બિરલાએ રાજસ્થાની સમાજના વેપારીઓ, સામાજિક અગ્રણીઓ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

બિરલાએ જણાવ્યું કે,સુરતના ઉષ્માભર્યા સ્વાગતથી આતિથ્યભાવનાનો પ્રત્યક્ષ અનુભવ થયો.અલગ અલગ પ્રદેશ, અલગ અલગ સંસ્કૃતિનાં લોકો અહીં નોકરી ધંધાર્થે આવે છે.અહીં તેમને સારું વાતાવરણ અને સારું વેતન બેઉ મળી રહે છે અને સૌને આ શહેર પોતાનું લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીએ આ શહેરના વિકાસ માટે યોગદાન આપ્યું છે એ પ્રશંસનીય છે.અહીં આવતા સૌની આર્થિક પ્રગતિ થાય છે. રોજગારીના સુયોગ્ય અવસરો મળતા ઉત્તરોઉત્તર આર્થિક-સામાજિક વિકાસ થયો છે. સુરતમાં વસેલા લાખો શ્રમિકોએ અહીં લઘુ ભારત ઊભું કર્યું છે. હું આ શહેર અને શહેરીજનોને શુભકામના પાઠવું છું.

આ પ્રસંગે સામાજિક અને વેપાર ઉદ્યોગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.