Site icon Revoi.in

સરકાર 10 દિવસમાં જણાવે લોકપાલ પર ક્યારે થશે સિલેક્શન કમિટીની બેઠક?: સુપ્રીમ કોર્ટ

Social Share

કેન્દ્ર સરકાર તરફથી અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું છે કે સર્ચ કમિટીના ચેરમેન, જ્યુડિશિયલ અને નોન-જ્યુડિશયલ સદસ્યોની પસંદગી માટે નામોને પેનલ, સિલેક્શન કમિટીને મોકલ્યા છે. નિયમ પ્રમાણે, પીએમની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટી આના પર નિર્ણય લેશે. અટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે લોકપાલ અને તેના સદસ્યોને લઈને ત્રણ લિસ્ટ સિલેક્શન કમિટીને સર્ચ કમિટીએ બનાવીને મોકલ્યા છે.

અરજદાર કોમનકોઝ તરફથી રજૂ થયેલા વકીલ પ્રશાંત ભૂષણ ચાહતા હતા કે આ સૂચવવામાં આવેલા નામોને જાહેર કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ આવી માગણીને ફગાવી દીધી હતી.

સિલેક્શન કમિટીમાં પીએમ, ચીફ જસ્ટિસ અથવા તેમના દ્વારા નામિદ ન્યાયાધીશ, વિપક્ષના નેતા, લોકસભાના અધ્યક્ષ અને એક જૂરિસ્ટ હોય છે.

ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે કમિટીમાં જો વિપક્ષના નેતા નથી, તો શું થશે? અટોર્ની જનરલે કહ્યુ છે કે વિપક્ષના નેતાના નહીં હોવાને કારણે સૌથી મોટા વિપક્ષી દળના નેતાને વિશેષ સદસ્ય તરીકે આમંત્રિત કરીએ છીએ.

લોકપાલના મુદ્દા પર સમાજસેવી અણ્ણા હજારે મોદી સરકારને નિશાન લઈ ચુક્યા છે. તેમણે કહ્યુ હતુ કે લોકપાલ અને લોકાયુક્ત કાયદા-2013ના સંદર્ભે સરકાર બંધારણીય સંસ્થોના નિર્ણય પર ધ્યાન આપી રહી નથી. આ એક પ્રકારે દેશને તાનાશાહી તરફ લઈ જવાનો સંકેત છે.

અણ્ણા હજારેના નેતૃત્વમાં 2011માં આખો દેશ કેન્દ્રમાં લોકપાલ અને રાજ્યોમાં લોકાયુક્તોની નિમણૂક માટે આંદોલનરત થયો હતો. બાદમાં લોકપાલ બિલ પણ પારીત થયું હતું.