- આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા
- પરીક્ષાર્થીઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
- 9054335924 પર ફોન કરતા તુરંત મળશે મદદ
રાજકોટ :રાજ્યમાં આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા યોજાનાર છે.ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં અલગ-અલગ કેન્દ્રો ઉપર 36 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.જેને પગલે શહેર પોલીસ ટ્રાફિક શાખા દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા મુશ્કેલી સર્જાય તો પોલીસની મદદ માંગી સમય સર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકશે.જે માટે પોલીસે મોબાઇલ નંબર 9054335924 જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,ધોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે કંટ્રોલ રૂમ જાહેર કર્યા બાદ હવે લોક રક્ષક દળની પરીક્ષામાં પણ ઉમેદવારો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી પેપર લીક તથા અન્ય વિવાદોમાં રહેલી આ પરીક્ષા માટે ખાસ નિયમો બનાવાયા છે. પહેલીવાર વિદ્યાર્થીઓની હાજરીમાં પેપર સીલ કરવામાં આવશે.એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે પરીક્ષાના એક દિવસ પહેલા આ માહિતી આપી છે.