તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન થયું નથી. પરંતુ કોંગ્રેસે કેટલાક રાજ્યોમાં સીટ સેયરિંગને આખરી ઓપ આપ્યો છે. ઉત્તર પ્રદેશ અને દિલ્હી બાદ કેરળમાં પણ તેની ઔપચારીક ઘોષણા થઈ ચુકી છે. કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વીડી સતીષને બુધવારે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 16 બેઠકો પર ચૂંટણી લશે.
સીટ શેયરિંગની જાણકારી આપતા તેમણે કહ્યુ છે કે લોકસભા ચૂંટણી માટે વિપક્ષી ગઠબંધન યુડીએફની અંદર બેઠક વહેંચણીને આખરી ઓપ આપી દેવાયો છે.
વીડી સતીષને કહ્યુ છે કે ગત ચૂંટણીની જેમ, યુડીએફમાં અન્ય સૌથી મોટી સહયોગી પાર્ટી ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ બે બેઠકો પર ચૂંટણી લડશે.
કેરળમાં કુલ 20 લોકસભા બેઠકો છે. જેમાં કોંગ્રેસ 16, મુસ્લિમ લીગ 1, કેરળ કોંગ્રેસ (જે) 1 અને રિવોલ્યૂશનરી સોશયલિસ્ટ પારટ્ી 1 બેઠક પર ચૂંટણી લડશે.
આઈયૂએમએલના નેતૃત્વએ તાજેતરમાં કહ્યુ હતુ કે તેણે આ વખતે વધુ એક લોકસભા બેઠકની માગણી કરી છે અને તે પોતાના નિર્ણયમાંથી પીછેહઠ કરવાની નથી. સતીષને જો કે કહ્યુ છે કે મુદ્દાઓને ચર્ચાના માધ્યમથી ઉકેલી લેવામાં આવ્યો છે.