Site icon Revoi.in

અરબો રૂપિયાના ખર્ચે તૈયાર થશે લંડન રિસોર્ટ, બ્રિટનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી પણ છે પ્રખ્યાત

Social Share

વિશ્વમાં આર્થિક રીતે મજબૂત માનવામાં આવતા દેશોમાં યુકેનું પણ નામ આવે છે, યુકેની સરકાર દ્વારા દેશના વિકાસ માટે અનેક પ્રકારના જાહેરાતો, આયોજન અને પગલાં લેવામાં આવતા હોય છે પરંતુ હવે તેવું પગલું લેવામાં આવ્યું છે કે,ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે અને હવે ત્યાંની સરકારે અરબો રૂપિયાના ખર્ચે લંડન રિસોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. જો કે યુકેમાં લોકોની રહેણીકેણી અન્ય દેશોના લોકોની સરખામણીમાં એકદમ ઉચ્ચસ્તરીય છે તેવું પણ કહેવામાં આવે છે. ખાસ કરીને એશિયાના દેશોના લોકોને તેમના લોકો જેવી લાઈફસ્ટાઈલ ગમતી પણ હોય છે.

બ્રિટેનમાં બ્રિટિશ ડિઝનીલેન્ડના નામથી જાણીતા એક અન્ય થીમ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું મૂળ નામ લંડન રિસોર્ટ છે. આમ તો આ પાર્ક સાથે જોડાયેલી ઘણીબધી વસ્તુઓ અદ્ભુત છે પણ સૌથી વધુ ચોંકાવનાર બાબત છે આ થીમ પાર્કનું બજેટ. દરેક બાળકને થીમ પાર્કમાં જઈને મસ્તી કરવાનો ખુબ જ શોખ હોય છે. ભારતનાં મોટા શહેરોમાં એવા ઘણા થીમ પાર્ક છે જે પ્રખ્યાત છે, પરંતુ દુનિયાનું સૌથી જાણીતું અને પ્રખ્યાત થીમ પાર્ક એટલે ડિઝનીલેન્ડ – જે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. હવે અમેરિકાના ડિઝનીલેન્ડને ટકકર આપવા માટે બ્રિટન પણ તૈયારીમાં લાગી ગયું છે. જો બધું જ બરાબર રહેશે, તો ટૂંક જ સમયમાં અહીં એક એવું થીમ પાર્ક બનશે જે ડિઝનીલેન્ડને પણ ટક્કર આપશે.

બ્રિટિશ ડિઝનીલેન્ડ તરીકે જાણીતા આ પાર્કનું મૂળ નામ લંડન રિસોર્ટ  છે.આ પાર્કમાં ઘણીબધી વસ્તુઓ અદ્ભુત અને આકર્ષક હશે, પરંતુ સૌથી વધુ ચોંકાવનારી બાબત આ પાર્કનું બજેટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પાર્કના નિર્માણ માટે 350 કરોડ રુપિયાથી પણ વધુનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ પાર્કનું કામ ડાર્ટફોર્ટમાં થેમ્સ નદી પાસે ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. ડેવલપર્સના જણાવ્યા મુજબ પ્લાનિંગની પરમિશન મળતાની સાથે જ પાર્કનું કામ આવતા વર્ષથી શરુ થઈ જશે.