લોંગ કિમોનોઃ જાપાનનો આ ડ્રેસ હવે યુવતીઓને આપી રહ્યો છે સ્ટાઈલિશ લૂક, જાણો ફેશન વર્લ્ડમાં તેનું મહત્વ
લોંગ કિમોનો એક એવો લોંગ ડ્રેસ છે જે જાપાનનો ડ્રેસ છે જો કે આજકાલ યુવતીઓમાં વેસ્ટ્રન કપડાનું તચલણ વઘતા હવે ભારતની યુવતીઓ પણ આ ડ્રેસ કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી રહી છે હવે આ ડ્રેસ ખૂબ ચલણમાં આવ્યો છે ખથાસ કરીને તે પાર્ટી લૂક છે.
આધુનિક ફેશનની આ વિશાળ દુનિયામાં પરંપરાગત જાપાની પોશાક આટલો મજબૂત બન્યો છે લોંગ કિમોનો એ તેના પ્રકારનો એક અનોખો પોશાક છે અને તે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવાનું સંચાલન કરે છે. આજકાલ આ ડ્રેસ અનેક રસપ્રદ રંગો અને પેટર્નમાં ઉપલબ્ધ છે. તમે હાઉસ ડિનર પાર્ટી માટે આ અજમાવી શકો છો
કીમોનો બે શબ્દો પરથી ઉતરી આવ્યો છે – કીનો અર્થ વસ્ત્રો અને મોનો અર્થ વસ્તુ. કિમોનો વિવિધ શૈલીઓ અને પેટર્નમાં આવે છે. તે એક મોટું કાપડ છે જે ચાર ભાગોમાં વહેંચાયેલું છે અને T આકારમાં હાથ વડે ટાંકેલું છે. આ એકલ કાપડને ટેન્સ કહેવામાં આવે છે.
કિમોનો કમર પર બેલ્ટ વડે બાંધવામાં આવે છે, જેને ઓબી કહેવામાં આવે છે. તેની સાથે તાબી (મોજાં) અને ઝોરી અથવા ગેટા (ચપ્પલ) પહેરવામાં આવે છે. કિમોનો જાપાનના પુરુષો અને સ્ત્રીઓ બંને પહેરે છે, પરંતુ તેમનો બેલ્ટ, બોટમ વેર અને પહેરવાની પદ્ધતિ અલગ છે. પુરૂષો તેમના કીમોનોમાં માત્ર એક પટ્ટો બાંધે છે, જ્યારે સ્ત્રીઓ પાંચ પ્રકારના ઓબી બાંધે છે.