દિલ્હીમાં લોકડાઉનના સમાચાર મળતા જ શરાબની દુકાનોમાં લાગી લાંબી લાઈનો, ગુટખા તમાકુંના ભાવ થયા બમણા
- દિલ્હીમાં દારુની દુકાનોમાં ભીડ જામી
- લોકડાઉન થવાના સમાચારથી લોકોની ગુટખા ખરીદવા પડાપડી
દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને અનેક રાજ્યોએ પાબંધિઓ લાગાવી છે, ત્યારે રાજધાનીમાં પણ વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે એક અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરી છે.
દિલ્હીમાં આ લોકડાઉન 19 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યાથી લઈને 5 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સમય દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. પરંતુ મુખ્યમંત્રીએ લોકડાઉનની જાહેરાત કરતાની સાથે જ દારૂ અને ગુટખાની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, બીજી તરફ આ પ્રદાર્થોની કિમંતો પણ દુકાનદારો દ્રારા બમણી કરવામાં આવી છે,.લોકો દારુની લાઈનમાં પડાપડી કરતા જોવા મળ્યા છે.
દારૂ, બીયર અને ગુટખાના ભાવમાં બમણાથી ત્રણ ગણો વધારો થવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. છૂટક દુકાનદારોએ ગુટખા માટે 10 રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે જે પાંચ રૂપિયામાં મળીતી હોય છે. તેવી જ રીતે, બિઅર જેની કિંમત 70 થી 100 રૂપિયા છે તો આ સમયનો ફાયદા ઉઠાવીને છેકેદારો તેને 150 થી 200 રૂપિયામાં વેચી રહ્યા છે. જ્યારે જનતા પણ પોતાના શોખ માટે મોહ માંગી કિમંત આપીને વસ્તુઓ ખરીદી રહી છે
ઉલ્લએખનીય છે કે, મુખ્યમંત્રીએ બાર વાગ્યે લોકડાઉનની ઘોષણા કરી હતી,ત્યાર બાદ 1 વાગ્યા આસપાસ ઘોષણા કરવાના માત્રને માત્ર એક જ કલાકમાં મોટાભાગની નાની દુકાનોમાં ગુટખા અને તમાકુના ઉત્પાદનો લગભગ પૂરા થઈ ગયા હતા. આ વસ્તુનો જથ્થો ખૂટી પડતો જોવા મળ્યો છે.
સાહિન-