સાહિન મુલતાનીઃ-
- લોંગ સ્કર્ટની ફએશનનો ક્રેઝ વધ્યો
- ડેનિમ અને પ્રિન્ટેડ સ્કર્ટ યુવીઓની પસંદ બન્યા
ફેશન મામલે યુવતીઓ ક્યારેય પાછી પડતી નથી, લોંગ ડ્રેસથી લઈને આજકાલ લોંગ સ્કર્ટ યુવતીઓની પસંદ બન્યા છે, ખાસ કરીને જ્યારે બહાર ફરવા જતા હોઈએ કે પછી કોઈ નાના પ્રસંગમાં જતા હોઈએ ત્યારે આ આ લોંગ સ્કર્ટ પહેરવામાં આવે છે,હંમેશા ફેશન મામલે યુવીઓ વધુ કન્ફ્યૂઝ રહે છે કે કયા કપડા પહેરવા કે જેથી સ્ટાઈલિશ લૂકની સાથે પોતે ફ્રેન્સી પણ દેખાય શકે
આજકાલ લોંગ સ્કર્ટ સાથે ટિશર્ટની ફેશન ચાલી રહી છે જે માર્કેટમાં અનેક પેટર્નમાં ખૂબ મળતી હોય છે , આ સાથે જ જેની સ્લિવ લોંગ હોય છે અને ટિશર્ટ ફ્રેન્સી હોય છે. આ ટિર્શટ સાથે તમે ડેનિમથી લઈને કોટનના સ્કર્ટ કેરી કરી શકો છો જે તમારા લૂકને શાનદાર બનાવાની સાથે સાથે સ્ટાઈલિશ પણ બનાવશે.
લોંગ સ્કર્ટમાં કોટના સ્કર્ટ અને ખાસ કરીને ડેનિમની ફેશન ખૂબ પ્રચલીત બની છે, વ્હાઈટ શર્ટ કે ટિશર્ટ સાથે ડેનિમના સ્કર્ટ યુવતીઓને આકર્ષક લૂક પ્રદાન કરે છે, વ્હાઈટ કલરની ડિશર્ટ સાથે તમે ડેનિમ સ્કર્ટ પહેરી શકો છો. આ સાથે જ કોટનના લોંગ સ્કર્ટ યુવતીઓને ફેશનેબલ બનાવાની સાથે સાથે હાઈટેડ લૂક આપે છે.
લોંગ સ્કર્ટ વિવિધ પ્રકારના મટરિયલ્સમાંથી બનાવી શકાય છે.જિન્સના કાપડમાંથી બનેલા લાંબા સ્કર્ટ સ્ટાઇલીશ, ફેશનેબલ અને આધુનિક દેખાવ આપે છે, આજકાલ માર્કેટમાં અનેક ફ્રેબ્રિકમાં સ્કર્ટ જોવા મળે છે, દરેક રીતે સ્કર્ટ કમ્ફર્ટેબલ હોય છે,આ સાથે જ હવે સ્કર્ટમાં બેલ્ટની ફેશન પણ જોવા મળે છે, જે સ્કર્ટની શોભા વધારે છે.
આ સહીત બેલ્ટથી સ્કર્ટને પેટ પાસેથી ટાઈટ કે લૂઝ પણ કરી શકાય છે.આ સાથે જ કોટનના સ્કર્ટમાં તમે લોંગ શિફોનનો શર્ટ કે કોટનનો શોર્ટ શર્ટ પેહરીને સ્ટાઈલિશ લૂક મળેવી શકો છો.
ખાસ કરીને ઓછી હાઈટ વાળી યુવતીઓ માટે લોંગ સ્કર્ટ સારો ઓપ્શન છે, આ પ્રકારના સ્કર્ટમાં તેમની હાઈટ વધુ દેખાય છે, ખાસ કરીને કોટનના સ્કર્ટ આવી યુવતીઓ માટે બેસ્ટ રહે છે.તો પાતળી યુવતીઓ માટે ડેનિમના સ્કર્ટ બેસ્ટ ઓપ્શન છે કારણ કે ડેનિમ જાડુ હોવાથી તેમાં પાતળા લોકોનું ફિગર થોડુ સારુ દેખાય છે .
સ્કર્ટમાં આજકાલ પ્રિન્ટેડ સ્કર્ટ મોટા પ્રમાણમાં જોવા મળે છે, કોટનમાં પ્રિનેટ્ડ સ્કર્ટ યુવતીઓનું આકર્ષણ બની છે, તો ડેનિમમાં તો પેલ્ન સ્કર્ટનો જ ટ્રેન્ડ છે, બીજી તફ લાઈનિંગ વાળા અને ડોટ વાળા સ્કર્ટ પણ માર્કેટમાં મોટા પ્રમાણમાં એવેલિબલ હોય છે, જેમાં લાઈનિંગ વાળા સ્કર્ટ ઓછી હાઈટ વાળી યુવતીઓ પહેરે તો બેસ્ટ રહે છે, જો વધુ વજન ધરાવતી યુવતીઓએ ડોટ વાળઆ સ્કર્ટ કોટનમાં પહેરવા જોઈએ.
સ્કર્ટ પર ખાસ કરીને લોંગ ટીશર્ટ, શર્ટ અને ટોપ પર ખૂબ સારા લાગે છે, તો તમે પણ આ દરેક પ્રકારના સ્કર્ટને અપનાવો અને તમારા લૂકને સ્ટાઈલિશ બનાવો આ સાથે જ જો તમે સ્લિમ છો તો તમે ક્રોપ ટોપ પણ સ્કર્ટ સાથે કેરી કરી શકો છો જે એક્સ્ટ્રા લૂક પ્રદાન કરે છે.
આ સહીત વાર તહેવાર કે ખાસ કરીને તમે લગ્ન પ્રસંદમાં પણ પ્રિન્ટેડ સિલ્કના સ્કર્ટ અપવાની શકો છો,તેના પણ લાઈટ વર્ક વાળું ચોલી વધુ શૂટ થાય છે.ખાસ કરીને તમે કોઈ પણ સ્કર્ટ પસંદગી કરો પરંતુ તમારે ટિ શર્ટની પસંદગી શાનદાર કરવી જોઈએ જેનાથી તમારો લૂક નિખરી આવે છે.સાથે જ કલર કોમ્બિનેશનને ખાસ મહત્વ આપવું જોઈએ.