Site icon Revoi.in

વિરાટ કોહલીને લાંબા સમય બાદ મળ્યું ખાસ ઈનામ – ICC પ્લેયર ઑફ ધ મન્થનો મળ્યો એવોર્ડ

Social Share

દિલ્હીઃ-  વિરાટ કોહલી ક્રિકેટ જગતનું એક જાણીતું નામ છે, જો કે છેલ્લા કેટલાક સમયથી પોતાના પરફોમન્સને લઈને ટ્રોલ પણ થતો આવ્યો હતો ત્યારે હવે છેલ્લા કેટલાક દિવસથી રમાતી મેચમાં વિરાટે પોતાની ઈમેજ સારી કરી દીધી છે,એક સમય હતો જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીનો દબદબો જોવા મળતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કિંગ કોહલીના બેટમાં રન નથી મળી રહ્યા, પરંતુ ઓક્ટોબર 2022થી વિરાટ કોહલી ચમકવા લાગ્યો છે

હવે વિરાટ કોહલીને લાંબા સમય બાદ ICC તરફથી એવોર્ડ મળ્યો છે. વિરાટને ઑક્ટોબર 2022 માટે ICC પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કરવામાં આવ્યો છે.જે એવોર્ડે વિરાટની ખોવાયેલી ઈમનેજ પાછી મેળવી આપી છે.

આજરોજ  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિએ પુરૂષ અને મહિલા પ્લેયર ઓફ ધ મન્થની જાહેરાત કરી. પુરૂષોની શ્રેણીમાં વિરાટ કોહલી અને મહિલા વર્ગમાં પાકિસ્તાનના નિદા દારને મહિનાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરીને ઘણા રન બનાવ્યા હતા ,ગયા મહિને વિરાટે ચાર મેચમાં 2 અડધી સદી ફટકારી હતી, જેમાં પાકિસ્તાન સામે રમાયેલી ઇનિંગ્સ ખાસ રહી હતી. આ મેચમાં વિરાટે સાબિત કરી બતાવ્યું કે બેસ્ટમેન હંમેશા બેસ્ટ મેન જ રહે છે.