દિલ્હીઃ ભારતીય કરોડપતિઓને પાકિસ્તાન અને ચીનના ભેજાબાજ લોકો પ્રેમજાળમાં ફસાવી રહ્યાં છે. પ્રેમજાળમાં ફસાવીને તેમની તિજોરી ખાલી કરી નાખે છે. ભાપાલમાં એક વેપારીને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 1 કરોડ પડાવ્યાં હતા. આ ઉપરાંત બે વેપારીઓને પણ ફસાવીને લગભગ 75 લાખની રકમ પડાવી હતી. વેપારીની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ સાઈબર સેલએ એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ આ પ્રકરણમાં દિલ્હી, ગુડગાવ અને ગુજરાતમાંથી ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાકિસ્તાન અને ચીનના આકાઓને મદદ કરતા હતા. જેમાં કેટલાક સીએ પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળે છે.
!! राज्य सायबर पुलिस मुख्यालय, भोपाल की बड़ी सफलता, अंतरर्राष्टीय ठगी का खुलासा, 04 आरोपी गिरफ्तार, क्रिप्टोकरेंसी के माध्यम से करोड़ो रूपये भेजे गये पाकिस्तान, चाईनीज नागरिक भी है रैकेट में शामिल !! pic.twitter.com/Z3wqpxtdZ7
— State Cyber Police Headquarters Madhya Pradesh (@mpcyberpolice) July 6, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ ભારતીય નાગરિકાના નામે જ બોગસ કંપની બનાવીને ભારતીય વેપારીઓ સાથે છેતરપીંડી કરી બોગસ કંપનીના બેંક એકાઉન્ટમાં રોકડ રકમ જમા કરાવતા હતા. ત્યાર બાદ આ રકમને ક્રિપટો કરન્સી મારફતે પાકિસ્તાન મોકલવામાં આવતી હતી. ત્યાર સુધીમાં લગભગ 50 કરોડની લેવડ-દેવડના વ્યવહારોનો ખુલાસો થયો છે.
સાઈબર સેલના એડીજી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, યુવા વેપારીઓ પાસેથી લગભગ એક કરોડની ઓનલાઈન છેતરપીંડી કરી છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં ભારતીય નાગરિકોના નામે બોગસ કંપની ઉભી કરવામાં આવતી હતી. તેમજ આ કંપનીના બેંક ખાતામાં નાણા જમા કરાવીને ક્રિપટો કરન્સી મારફતે પાકિસ્તાન મોકલવામાં આવતા હતા.
આ સમગ્ર રેકેટમાં પાકિસ્તાની અને ચીની નાગરિતો, નોંધાયેલા સીએ, બોગસ કંપનીના સેક્રેટરી અને વેપારીઓ સામેલ છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. દિલ્હી, ગુડગાવ અને ગુજરાતના રાજકોટમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ બનાવવામાં આવી છે. પોલીસે આ પ્રકરણમાં ગુડગાંવના સીએ એવિક કેડિયા, દિલ્હીની કંપનીની સેક્રેટરી ડોલી મખીજા, ગુજરાતના દિલીપ પટેલ અને દિલ્હીના વિક્કી માખીજાની ધરપકડ કરાઈ છે.