વજન કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ શોધો છો, તો આ ઓછી કેલેરીવાળા શાકભાજી આહારમાં સોમેલ કરો..
નવી દિલ્હી: ડાયેટિંગ શરૂ કરવાનો એર્થ છે, કેલેરી પર ખાસ ધ્યાન આપવું. કોઈ પણ રીતે ડાયેટિંગ હોય કે ના હોય, આપણે આપણા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેસ કરવો જોઈએ. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે, અને આપણું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
લેટીસ
આ લેટીસ પત્તા છે. આમાં વિટીમિન એ અને વિટામિન કે નો ઉત્તમ પ્રમાણમાં સ્રોત હોય છે. આને ડાયેટીંગમાં સામેલ કરવાથી હાડકા, આંખો અને ત્વચાને ખૂબ જ ફાયદો મળે છે.
ધાણાના પાન
તે બ્લડ શુગર ઘટાડે છે. ઈન્ફેક્શન સામે લડે છે. હ્રદય, મગજ, ત્વચા અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેમા જોવા મળતું વિટામિન કે બ્લડ ક્લોટમાં મદદ કરે છે.
પાલક
તે બ્લડ શુગર લેવલને સંતુલિત કરવાનું કામ કરે છે, હાડકાને મજબૂત કરે છે, આંખો માટે ફાયદાકારક છે, અને બીપી કન્ટ્રોલમાં રાખે છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેંગેનીજ જેવા ખનિજ પદાર્થ જોવા મળે છે, જે સ્વસ્થ વાળ, ત્વચા અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે.
કોબી
તે પાચન તંત્રને મદબૂત કરે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આને ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનું અનુભવાય છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન નિયંત્રણ રહે છે.
શતાવરીનો છોડ
વિટામિન ઈ, વિટામિન કે, ફોસિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર શતાવરી વજન ઘટાડવામાં મદદ રૂપ છે.