- બદરીનાથના દ્વારા આજે સાંજે થશે બંધ
- ભક્તોની ભારે ભીડ જામી
- 20 ક્વિન્ટલ ફુલોથી મંદિરને શુશોભિત કરાશે
કેદારનાથઃ- ઉત્તરાખંડ રાજ્ય શ્રદ્ધાળુંઓ માટેની જાણતું સ્થળ છે, અહીના ઘાર્મિક સ્થાનો કેદારનાથ,બદરીનાથ ખૂબ જાણીતા છે જ્યા દેશવિદેશથી લોકો આવતા હોય છે ત્યારે આજરોજ શનિવારની સાંજના 6 વાગ્યેની 45 મિનિટે બદરીનાથના દ્વાર શિયાળા માટે બંધ કરવામાં આવશે
કપાટ બંધ કરવા માટે મંદિરમાં ભવ્ય અને પરંપરા મુજબ તૈયારીઓ થઈ રહી છે. ભગવાનના મંદિરથી લઈને સિંહદ્વાર સુધી 20 ક્વિન્ટલ મેરીગોલ્ડ, કમળ અને અન્ય ફૂલોનો શણગાર કરવામાં આવી રહ્યો છે. ભગવાનના દર્શન અને દરવાજા બંધ થવાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે.
વિતેલા દિવસને શુક્રવારે, ભગવાન બદ્રી વિશાલના મંદિરના દરવાજા બંધ થતાં પહેલાં, પૂર્વ પંચ પૂજાઓ હેઠળ, મા લક્ષ્મી મંદિરમાં દરરોજ પૂજા સાથે બદ્રીનાથ મંદિરના ગર્ભગૃહમાં આવવા માટે દેવી લક્ષ્મીની પ્રાર્થના કરવામાં આવી હતી.
આ સાથે જ રાવલ ઇશ્વરી પ્રસાદ નંબૂદીરીએ સ્ત્રી વેશમાં માતા લક્ષ્મીને બુલાવો મોકલ્યો.મળતી માહિતી પ્રમાણે વિતેલા દિવસને શુક્રવાર સુધીમાં બદ્રીનાથમાં 1 લાખ 91 હજારથી વધુ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા છે.