Site icon Revoi.in

ભગવાન ગણેશની પીઠના દર્શન ન કરવા જોઈએ,આ છે કારણ

Social Share

માન્યતા છે કે, ભગવાન ગણેશના અંગોમાં જુદા-જુદા દેવી દેવતાઓનો વાસ છે. જેમ કે સૂંઢમાં ધર્મનો વાસ છે. તો તેમના કાનોમાં છંદો રહે છે. આ રીતે તેમના પેટમાં સુખ સમૃદ્ધિનો વાસ છે. તેથી ભગવાન ગણેશના દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં ગણેશજીના પીઠના દર્શન વર્જિત માનવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં ભૂલથી ભગવાન ગણેશના પીઠના દર્શન થઈ જાય તો દરિદ્રતાથી બચવાના ઉપાય પણ જણાવાયા છે. જો તમે ભૂલથી ભગવાન ગણેશની પીઠ જોઈ લો તો તાત્કાલિક તમારે બાપ્પાની માફી માગવી જોઈએ અને તેમના સામેથી દર્શન કરવા જોઈએ. તેનાથી દરિદ્રતાનો પ્રભાવ ઓછો થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે.

માન્યતા છે કે, જે પણ ભક્ત સાચા દિલથી ભગવાન ગણેશની પૂજા કરે છે, તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેમના કાર્યોમાં આવી રહેલા વિઘ્ન દૂર થઈ જાય છે. તેથી ગણપતિને વિઘ્નહર્તા અને મંગલમૂર્તિ પણ કહેવામાં આવે છે.

ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિના દાતા માનવામાં આવે છે. જેમના દર્શન માત્રથી જ દરેક કષ્ટ દૂર થઈ જાય છે. ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય દેવતાનું સ્થાન પ્રાપ્ત છે. કોઈ પણ શુભ કાર્ય કર્યા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.