હિંદુ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ ભગવતગીતા આ બધી વસ્તુ દ્વારા માનવ માત્રને જીવવાનો રસ્તો બતાવે છે. આજે આપણે વાત કરીશુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થપાયેલી દ્વારા નગરીની, જેને સોનાની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે.
શ્રી કૃષ્ણના નિવાસ્થાન એવા દ્વારકા નગરીને હિન્દુ ધર્મના ચાર ધામોમાંથી એક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે આશરે પાંચ હજાર વર્ષ પહેલા દ્વારકા શહેર વસાવ્યું હતું. શ્રી કૃષ્ણનો ખાનગી મહેલ હરિગ્રુહ જ્યાં હતો ત્યાં દ્વારકાધીશ મંદિર બનાવવામાં આવ્યું હતું.
દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની શ્યામવર્ણી ચતુર્ભુજ મૂર્તિ છે, જે ચાંદીના સિંહાસન પર બિરાજમાન છે. આ મૂર્તિમાં કૃષ્ણ ભગવાનના હાથમાં શંખ, ગદા, ચક્ર, અને કમળનું ફૂલ છે. પુરાતાત્વિકની ખોજ મુજબ આ મંદિર 2000 થી 2200 વર્ષ જૂનું છે.
ચૂના અને પથ્થરો વડે બનેલું 7 માળનું મંદિરની ઉંચાઈ 157 ફીટ છે. આ મંદિરની બહારની દીવાલ પર કૃષ્ણની જીવનલીલા આલેખવામાં આવી છે. આ મંદિરમાં 2 પ્રવેશ દ્વાર છે, જેમાંથી દક્ષિણ દિશા વારા દ્વારને સ્વર્ગનો દરવાજો કહેવામાં આવે છે. તીર્થયાત્રી મોટાભાગે તે જ દરવાજા માંથી પ્રવેશ કરે છે. ઉત્તરની તરફ જે દ્વાર છે, તે મોક્ષની તરફ લઈ જાય છે.
મંદિરના ઉત્તર ભાગમાં બલરામ, પ્રદ્યુમ્ન અને, અનિરુદ્ધની મૂર્તિઓ બિરાજમાન છે. મંદિરની પૂર્વ દિશામાં દુર્વાસા ઋષિનું મંદિર છે. ઉતરી મોક્ષ દ્વાર નજીક કુશેશ્વર શિવ મંદિર છે, તે મંદિરના દર્શન કર્યા વગર યાત્રા અધૂરી માનવામાં આવે છે.