Site icon Revoi.in

અયોધ્યામાં 21 કિલોના ચાંદીના હિંચકા પર ઝુલશે ભગવાન ‘રામલલા’ – રામ ઝરોખામાંથી ભક્તો કરી શકશે દર્શન

Social Share

લખનૌઃ ભગવાન રામના જન્મસ્થાન અયોધ્યામાં 11 ઓગસ્ટથી ઝુલા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાને કારણે આ વખતે પણ વધારે ધામધૂમ કરવામાં આવી નથી. પરંતુ ભવ્ય રામ મંદિરના ઝડપી બાંધકામ વચ્ચે, રામ જન્મભૂમિ સંકુલમાં 21 કિલો ચાંદીના ઝૂલામાં રામલલાને ઝુલાવવામાં આવનાર છે. ભગવાન રામને ઝુલતા જોવાનો લ્હાવો ભક્તોને પણ ણળશે, આ માટે ભક્તો રામ ઝરોખાથી અયોધ્યામાં નિર્માણ પામેલા રામલલા મંદિરના દર્શન કરી શકશે.

જો કે આ પ્રથમ વખત છે જ્યારે રામલલા માટે ખાસ ચાંદીના ઝુલા બનાવવામાં આવ્યા છે. સ્વિંગનો ફોટો શેર કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું છે કે, રક્ષાબંધન સુધી રામલલા આ ખાસ ઝૂલામાં ઝૂલતા રહેશે.

પ્રાચીન પરંપરાઓ પ્રમાણે અયોધ્યામાં દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર ઝુલન તહેવાર શરૂ થાય છે. આ પ્રસંગે અયોધ્યાના તમામ મુખ્ય મંદિરોમાંથી વિગ્રહ મણિ પર્વત સુધી પાલખીઓમાં  વાજતા ગાજતા જાય છે, અને ત્યા જ ઝુલા ઝૂલે છે.

ઉલ્લખેનીય છે કે  મણિ પર્વત એ જ જગ્યા છે જ્યાં માતા સીતા ઝૂલવા આવતા હતા. આ કારણોસર, અહીં દર વર્ષે શ્રાવણ શુક્લ તૃતીયા પર એક મોટો ઉત્સવ યોજવામાં આવે છે.ત્યારે કોરોનાના કારણે આ અવસર હાલ પમ સાદગીથી ઉજવવામાં આવશે, મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.